22 May 2012

લોકો કહે છે નશો નીતરે છે મદીરામાં ,ચાતક




લોકો    કહે    છે   નશો   નીતરે    છે   મદીરામાં ,
હું  પણ તાસીર  જોઉં , મને   નશો થઇ  ગયો છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક   હરકત  કરું છું
એક   આદમી   ફરી  નશામાં મસ્ત થઈ ગયો છે .

ઝૂમતી  છલકતી   આવે છે  છલકતા પ્યાલામાં ,
હું પણ  છળ  જોઉં  મને    નશો   થઇ  ગયો   છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક હરકત કરું   છું
એક   આદમી ફરી નશામાં મસ્ત થઈ   ગયો  છે.

રેખાઓ   ખેચું   છું , ભુંસાઈ  જાય  છે તકદીરમાં ,
હું  પણ ઈલ્ઝામ  જોઉં , મને  નશો થઇ ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ ,  એક    હરકત   કરું   છું
એક   આદમી  ફરી  નશામાં મસ્ત થઈ  ગયો છે.

ભ્રમમાં  જીવી  રહ્યો   છું   આ   ભરી   મહેફિલમાં ,
હું પણ  તમાશો  જોઉં , મને  નશો  થઇ  ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ , હું  એક  હરકત  કરું    છું
એક  આદમી ફરી  નશામાં  મસ્ત થઈ   ગયો  છે.

નીકળ્યો  નથી   એ  પછી    હું   તારા    નગરમાં ,
હું  પણ જમાનાને જોઉં ,મને  નશો  થઇ ગયો  છે ,
સતાયો  છે  જમાનાએ , હું   એક   હરકત  કરું   છું
એક  આદમી  ફરી  નશામાં મસ્ત   થઈ  ગયો  છે.

ચાતક



3 comments:

  1. prashant s.gosai liked chatak Dev.'s blog post લોકો કહે છે નશો નીતરે છે મદીરામાં ,ચાતક.
    20 hours ago

    ReplyDelete
  2. priya jain shared chatak Dev.'s blog post on Twitter.


    લોકો કહે છે નશો નીતરે છે મદીરામાં ,ચાતક.

    21 hours ago

    ReplyDelete
  3. Pranav Trivedi liked chatak Dev.'s blog post લોકો કહે છે નશો નીતરે છે મદીરામાં ,ચાતક.
    13 hours ago

    ReplyDelete