27 June 2012

ગુલ ભ્રમર નો ઈશારો સમજી શકતો ના હોય ચાતક

ભ્રમરનો   ઈશારો સમજે   ના  ગુલ રસભોગને  શું કરવાનો    
મૌસમની  એ    ફોરમ   ને  રંગીન શુર્ગારને   શું    કરવાનો
 
 
આંસુ   નું   મુલ્ય  ફક્ત   સદા   પાપ  ધોવાનું  દર્પણ  હોય ?
હંમેશ   નિષ્ઠુર    દુનિયા    નમક   નું    દ્રાવણ   શોધવાનો
 
 
પરવરદિગાર   કોઈવાર  કહ્યું   છે   તમે     ત્રિભુવનમાંથી
અંતે    તમે   ક રેલા   તમાશાથી    તું     કેમ     જીવવાનો
 
 
ભીખ    માંગે  દરેક   ને   અંદાઝ  સદા   જુદા    જુદા  હોય ,
હાથ    તારો     આપવાનો   ને   લેવાનો    જુદો   રહેવાનો 
 
 
"સમય"   તારે    તો   ક્યાં   અવિરત    બંધાવવાનું   હોય ,
અંતે   "નસીબ " ની   કથા   કહી  હાથ વેગળા     કરવાનો

 
 
દુખઃદર્દ    વિવશતા    દિલમાં     કેટલા     સંઘર્યા     હોય ,
પામર      માનવી   જગતના  પ્રવાસ માં    શું     કહેવાનો
 
 
ખુદબખુદ  ફાની  જગતમાં  અહીં   શું    પામવાનું      હોય ,
"સ્વ " ને  પામવા "અહમ" ના  અવિરત  ઘોડા   દોડાવાનો
 
 
અંતે  "ચાતક "  એવા   ધ્વારે  હંમેશ  આવીને   ઉભો  હોય ,
પરવરદિગાર ની કુપાથી સવાલ-જવાબોના  અંત  હોવાનો
 
ચાતક

25 June 2012

શોધું છું રેખાઓ મારી હથેળીમાં ચાતક


યુગોથી    શોધું   છું    રેખા    હથેળીમાં       નથી     મળતી ,              
મુકદરના  ખુદ વિસામાંની સદા   તપસીલ   નથી   મળતી .

જયારથી  જગતના  કળયુગમાં આવ્યા   કયામત  નથી    
શુકન મળે એવી અવનિ પર જગ્યા અવિરત નથી   મળતી

જીવનમાં પળેપળ ચકચૂર થઈ  ગયા તમારી   સુંદરતામાં
સુરાહીમાં તરબતર નશાની અલોકિક  અસર  નથી મળતી .

,                                                
ગુનાઓ  ને  તપ  ઘણા કર્યા  છે તને   ચોતરફ    પામવામાં       
ઝંઝોળી   આત્માને   કાઢે   એવી   તજવીજ   નથી   મળતી .

ઘણા  દુઃખ દર્દના    મળ્યા    રસ્તાઓં   સદા    ઉપચારોમાં ,            
અનંત આરાધનાની  કોઈ  સતત   તદબીર   નથી   મળતી .

લખીને   શું  નામ કરશો  સદા   શિલાલેખ.  ઉપર  તકતીમાં
હ્રદયમાંમાં  કોતરેલાનામ  ના   હોય   દુવા   નથી    મળતી .

બ્યુગલ    મારે    અવિરત  ફૂકવું   કેવી   રીતે    બગાવતમાં
યુગમાં શાને કાજે "ચાતક"   જીવવું તરકીબ  નથી    મળતી


શબ્દો = તપસીલ=હકીકત તજવીજ= ગોઠવણ 

તદબીર=ઈલાજ -દવા  તરકીબ=યુક્તિ     

ચાતક

મારે તારા શહેર માં રહેવું નથી ચાતક ,


મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
માણસ    ના     નામે      કોઈ  જીવતું   નથી
સવારે     મળે    જે      ના   મળે    એ   રાત્રે 
લાગણી      થી     કોઈ     ભીજાતું        નથી

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
તારા શહેરમાં મરજી  થી  કોઈ જીવતું  નથી
ખેચાય        છે      સહરદો     ને    સગપણો ,
માણસોના   ટોળા સિવાય કોઈ દેખાતું નથી 

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી 
તારા શહેરમાં મરજી  થી  કોઈ જીવતું  નથી
સમય       સાથે     એની    મુલાકાત    જુદી ,
દોડે  છે  કુતરાની   જેમ  હાફ   બેસતો  નથી 

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
દિવસ     હો    જુદા    ને    અહી રાત    જુદી ,
તારા    નગરની   તો    છે     વાતજ    જુદી                 
માણસના       નામે      કોઈ   જીવતું   નથી

મારે       તારા     શહેરમાં      રહેવું      નથી
છાતીમાં    શ્વાસ    ભરી   સવારથી    નીકળે
સાંજે      આવે     ફૂગામાંથી    હવા    નીકળે
માણસના       નામે      કોઈ   જીવતું    નથી

મારે     તારા     શહેર     માં    રહેવું      નથી
અહી      માનવીની      ઘણી     જાત    જુદી
ખબર   નહિ   એ   ક્યારે  બની જાય   હિંસક
માણસના       નામે      કોઈ   જીવતું    નથી

અત્તર   છાંટે  સુંગંધ  ના  ફેલાવે   માનવમાં 
વિઝીટીગના  કાર્ડથી  સબંધોમાં  આંટા મારે ,
મારે     તારા     શહેર     માં    રહેવું      નથી
માણસના      નામે      કોઈ    જીવતું    નથી
 
ચાતક
.
,
,
.

.

22 June 2012

સમય ભલેને રેતીની માફક સરકતો જાય ,ચાતક

 
સમય અવિરત  ભલે  રેતીની માફક સરકે  પકડી રાખજે ,
,અનાહત માવજત થી પળ પછી પળને તું પકડી રાખજે
,                                                                 
અવિરત  તું    મને  તારી  સાથે   ભીતર   સમેટી  રાખજે ,
સદા   તું    કાતિલ   ઝેર   બને   છતાં   મને   પીવડાવજે .
 
સદીઓથી      હું     સંભારણાના      ડૂસકાં       ભરું      છું ,
તરસતી      ભવભવોની    વ્યથાની    તરસ    છીપાવજે.     
 
મધુશાલા    દિલબર    મારા   ઘરેથી    સદા   પાસે   પડે ,
દુઆ  બસ  એજ  આખર   બનીને  સાકી  તું  મને  તારજે 
 
રૂપાળો    ચાંલ્લો    ઝળહળ    ચંદ્રમાં   સમો  થઈ   શોભે
તું    વિસ્તરતો  સવારે   પારદર્શી  સુરજ   બની  આવજે .
 
તું    ના   હોવાપણાના   ભારામાંની    અટકળને   તોડજે ,
બંધન   તોડી    મુકતયાત્રી  બનીને  સદા  તું   બીર્દાવજે
 
જન્મો જન્મ ની વણઝાર ની પીડા ને અંતે  તું રોકીશ નહિ ,
ઝરણા જેવી ખળખળ નિર્દોષ બાળક  તું  બનીને  આવજે .

 
ચાતક

21 June 2012

દિલ ની વાત છે દિલ સુધી રાખો તો સારૂ,ચાતક

 
દિલ  ની  વાત  છે  દિલ સુધી રાખો તો સારૂ,
આજ રીતે  દિલ  ને  તમારું  ગણો  તો   સારૂ ,
વાત બહાર નીકળે એટલે વતેસર થઈ જાય ,
નગરમાં ફરીને આવે એટલે વંઠેલ થઈ જાય .
ચાતક

19 June 2012

ચૌ-રાહે વિવિધ મળ્યા કેટલા ચહેરાઓ, ચાતક

ચૌ-રાહે   મળ્યા   ચહેરા હતા  વિવિધ   કથામાં    
ઓળખી   શક્યા   ના  જે   હતા વિવિધ કથામાં .
 
સદીઓથી      વગાડ્યા        કર્યા      ઘંટનાદો ,         
કાયમ    સૂતા    હોય   ઘરમાં   કે   દેવાલયમાં 
 
બ્રહ્મમાનું    માનવજાત  અંતે    છેલ્લું    સર્જન       
હાથ     ધોઈ    હંમેશ     કાઢ્યા    છે     શોધમાં .
 
તેમને       કહો     ના   ઘરમાં    ફેકે    પથ્થરો,
એ     પણ   રહે    હંમેશ    કાચના    ઘરમાં.
                                                 
 
પફ -       પાવડરથી      આવરણો     ઢંકાયેલા  ,
સચ્ચાઈના   પ્રતિબિબ  પડે   નહીં   આઇનામાં .      
 
ભટકી    ભટકી   ના  શોધ્યો   રાહ   જિંદગીનો
 જે    શોધ  હતી  ના એક  છાપ  રહી  સિકકામાં
 
"ચાતક"    જીંદગી      જીવવાનું   મૌન     થઇ 
 જિંદગી   જીવી લે  જાનવર દિલની   જબાનમાં

ચાતક

15 June 2012

વહે ઉલટી ગંગા હવે ચારે બાજુ ,ચાતક


વહે   ઉલટી  હવે  ગંગા  ક્યાં  જઈશું 
કબ્રમાંથી   ઉઠી   સુરાલયમાં  જઈશું .
 
ઉગાડા  આ પગે  છો  આજ  ચાલીયે
અમે  કોઈ દિવસે મહાલયમાં જઈશું .
 
જગતનું  પીવાયું  છે  ઝેર  આ  એવું,
અમે છોડી શહેર શિવાલયમાં જઈશું .
 
થયા"ચાતક અહિયાંપાપપુણ્યો સદા   
હવે દેહ ત્યજવા હિમાલય માં જઈશું .

ચાતક

14 June 2012

વહેંચણી તારા દર્દ ની હું કરી શકતો નથી ચાતક

વહેંચણી  દર્દની   હું   કરી   શકતો   નથી ,
લાગણી   નું  મૌન   વેતરી શકતો   નથી

મેં     તારી   પૂજા-પાર્થના   ચાહી    હતી ,
તેથી   મંદિર    દીવો  ધરી   શકતો નથી .

રાહમાં   ઉભો   છું    રાહ   તારી   જોઈને  ,
થાક્યો    છતાં   પાછો  ફરી શકતો  નથી .

કેટલી ઈમારત આંસુ  ઉપર બનતી ગઈ ,
"ચાતક"   રુદનથી   કૈં  કરી શકતો નથી

ચાતક

13 June 2012

ફૂંક માર સુતેલી રાખને ઉભી કર ચાતક

ફૂંક માર સુતેલી રાખને  ઉભી તું કર ,
ભીતર  બુઝાયેલા ની  આગને પણ લાલ કર .
 
લાગણીને દીવાસળી ચાંપ ને ભડકો પણ કર ,
સળગતા ની  લાગણી નું અલૌકિક તાપણ કર
 
પેટ થી નીકળતી   જ્વાળા થી રોટલાને શેક           
તુંજ ઉભા કર શબોને  કફનનું પહેરણ કર.       
ખોપરીમાં છેદ પાડી  ભડાકો પણ તું કર  ,
ઉછાળતા લોહીને રમાડી  સતત ફુવારો કર,        
 
"ચાતક" શિવના ડમરૂને વગાડ ને હાક કર
ત્રીજું નેત્ર ખોલ અંધાર કળયુગનો નાશ કર .
 
ચાતક

11 June 2012

મારી નયનોના પાપણો કયારેક છીપ થશેચાતક

મારી  નયનોના  પાપણો  કયારેક  તો  છીપ  થશે,
અંતે  સંઘરાયેલા  સમયે  સાથે  અશ્રુ   મોતી  થશે.
 
ઈશ્વરને   જાણી   પથ્થર  તેને  કદી  પૂજ્યા   નથી ,
શ્રદ્ધા   લઇ   ક્યારેક   જશે   બોલતો   પથ્થર  થશે .
 
મારી  હૃદયની  વ્યથાની ક્યારેક  પણ  જાણ  થશે,
મારી   અસર  વેદનાની  અંતે   તમારી  પણ  થશે .
 
પીધા  છે  અંતે  ઝેર  પણ  મહાદેવતો   નથી  થવું ,
માનવ  થઈને રહું  ઝેર  ક્યારેક  અમૃત અંતે  થશે .
 
અંતે  જિંદગીમાં  હાર  જીતના ખેલ રમીને શું  થશે ,
"ચાતક' ગણિત સૅવે માણસના માપના ખોટા થશે
 
ચાતક

7 June 2012

ઉડતો ઉડતો કાગડો બેઠો બારીમાં ચાતક


ઉડતો   ઉડતો  આવી   કાગડો   બેઠો   બારીમાં ,
એ    કદી    નહીં   આવે   ઈશારે    ક હી    ગયો

એક    હતી  લાગણી         સંઘરેલી     હદયમાં
ઉડતો  ઉડતો સળગતી  લાગણી ભીંજાઇ  ગયો .

ખનખન  રૂપિયા કદી   ના  ખખડયા   ઝોળીમાં ,
એક એક ગણીને  બુદ્ધિના માપદંડ ખોટા પડ્યા .

એક પછી એક નામ ભૂસાતા  જાય આલ્બમમાં ,
સમયની સાથે સ્મૃતિમાં વેતરાતા જાય સબંધો .

ભૂત,વર્તમાન,ને ભવિષ્ય નથી કશું  જીંદગીમાં ,
આખો ને  આખો માનવી  મુર્ખ   બની   વિધાય .
ચાતક

3 June 2012

ભડકા થયા છે દર્દ થી દર્દ અથડાતા ચાતક


દર્દ થી દર્દ અથડાતા દર્દ સચરાચર થઈ ગયા 
શિવના   અશ્રુ    રુદ્રાક્ષ  સચરાચર   થઈ  ગયા

તપસ્વી    શબરીની       તપ    પ્રતિક્ષા    થકી 
ભટકતા વન  બોર    સચરાચર     થઈ    ગયા

નિર્મોહી       ભરતની     તપસ્યા        ત્યાગથી
અંતે રામના પગરખા   સચરાચર  થઈ   ગયા

હડહડતા ઝેરના    પ્યાલા         અમૃત    થયા 
વિભોર મીરા  ભક્તિમાં સચરાચર  થઈ   ગયા

યુગોથી     પેદા    રાવણ      અહંકારથી  થયા
સીતાના   અપ હરણ  સચરાચર  થઈ    ગયા

શિખંડી    ચાલથી      પેદા     દુર્યોધન    થયા 
રમતમાં દ્રોપદીના ચીર સચરાચર થઈ  ગયા

ચાતક.


 


1 June 2012

સાગર ને બાથમાં લેવાથી ,ચાતક


પ્રિયે સાગર બાથમાં લેવાથી સાગર નથી મળતો
નસીબમાં સાગરનો કિનારો સાજન નથી  મળતો . ,                                                         
.
પ્રિયે       રૂખસાર     પર     ઝુલ્ફો      લહેરાવાથી
જિંદગીમાં   છાયો   પણ  સાજન   નથી     મળતો   

પ્રિયે    તને     ચાહું      છું      બેફામ         ચાહથી
જગતમાં  મંઝિલનો  રસ્તો સાજન   નથી  મળતો
   
કહું    સાચું   "ખુદા"      ભૂખ્યા     પાપી     પેટેથી
મુહ્બતનો  ઈશારો  પણ  સાજન   નથી    મળતો    .

બહાર    આવી  જા   લાગણીની  ભ્રમ   દુનિયાથી
જિંદગીમાં  કોઈનો  સહારો  સાજન  નથી  મળતો 

જુગાર  ને  જિંદગીમાં ઝાઝો ફરક "ચાતક"   નથી,
રમતમાં  ભૂલ  કરી  કિનારો સાજન .નથી મળતો
ચાતક
,