3 June 2012

ભડકા થયા છે દર્દ થી દર્દ અથડાતા ચાતક


દર્દ થી દર્દ અથડાતા દર્દ સચરાચર થઈ ગયા 
શિવના   અશ્રુ    રુદ્રાક્ષ  સચરાચર   થઈ  ગયા

તપસ્વી    શબરીની       તપ    પ્રતિક્ષા    થકી 
ભટકતા વન  બોર    સચરાચર     થઈ    ગયા

નિર્મોહી       ભરતની     તપસ્યા        ત્યાગથી
અંતે રામના પગરખા   સચરાચર  થઈ   ગયા

હડહડતા ઝેરના    પ્યાલા         અમૃત    થયા 
વિભોર મીરા  ભક્તિમાં સચરાચર  થઈ   ગયા

યુગોથી     પેદા    રાવણ      અહંકારથી  થયા
સીતાના   અપ હરણ  સચરાચર  થઈ    ગયા

શિખંડી    ચાલથી      પેદા     દુર્યોધન    થયા 
રમતમાં દ્રોપદીના ચીર સચરાચર થઈ  ગયા

ચાતક.


 


2 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post ભડકા થયા છે દર્દ થી દર્દ અથડાતા ચાતક.
    4 hours ago

    ReplyDelete
  2. Deepa Sevak liked chatak Dev.'s blog post ભડકા થયા છે દર્દ થી દર્દ અથડાતા ચાતક.
    19 hours ago

    ReplyDelete