25 June 2012

શોધું છું રેખાઓ મારી હથેળીમાં ચાતક


યુગોથી    શોધું   છું    રેખા    હથેળીમાં       નથી     મળતી ,              
મુકદરના  ખુદ વિસામાંની સદા   તપસીલ   નથી   મળતી .

જયારથી  જગતના  કળયુગમાં આવ્યા   કયામત  નથી    
શુકન મળે એવી અવનિ પર જગ્યા અવિરત નથી   મળતી

જીવનમાં પળેપળ ચકચૂર થઈ  ગયા તમારી   સુંદરતામાં
સુરાહીમાં તરબતર નશાની અલોકિક  અસર  નથી મળતી .

,                                                
ગુનાઓ  ને  તપ  ઘણા કર્યા  છે તને   ચોતરફ    પામવામાં       
ઝંઝોળી   આત્માને   કાઢે   એવી   તજવીજ   નથી   મળતી .

ઘણા  દુઃખ દર્દના    મળ્યા    રસ્તાઓં   સદા    ઉપચારોમાં ,            
અનંત આરાધનાની  કોઈ  સતત   તદબીર   નથી   મળતી .

લખીને   શું  નામ કરશો  સદા   શિલાલેખ.  ઉપર  તકતીમાં
હ્રદયમાંમાં  કોતરેલાનામ  ના   હોય   દુવા   નથી    મળતી .

બ્યુગલ    મારે    અવિરત  ફૂકવું   કેવી   રીતે    બગાવતમાં
યુગમાં શાને કાજે "ચાતક"   જીવવું તરકીબ  નથી    મળતી


શબ્દો = તપસીલ=હકીકત તજવીજ= ગોઠવણ 

તદબીર=ઈલાજ -દવા  તરકીબ=યુક્તિ     

ચાતક

3 comments:

  1. Deepa Sevak liked chatak Dev.'s blog post શોધું છું રેખાઓ મારી હથેળીમાં ચાતક.
    3 hours ago

    ReplyDelete
  2. Vikram Soni liked chatak Dev.'s blog post શોધું છું રેખાઓ મારી હથેળીમાં ચાતક.
    51 minutes ago

    ReplyDelete