18 July 2012

ભારા માથેથી સાપના ઉતારી દે ,!ચાતક


ભારા ઉતાર  સાપના  માથેથી  ઝેર  થઈ ગયા  હશે   
ક્યારના પડીકા  ઝેરના  અવિરત વેચાઈ ગયા હશે .


છળકરવું તારે સનાતન તત્વો ની તૃષ્ણામાં છે,ક્યાં             
ભીષ્મ પિતામહને  હજારો  બાણ વાગી  ગયા   હશે .


પાણી  કિન્તુ  ગંગાનું પવિત્ર કેવી  રીતે   પી  ગયો ! ,
કેટલા  ભગીરથે તાત્પયૅથી ગંગા ઉતારી ગયા હશે .


અંદર  સળગે  છે   રજેરજમાં  મહામૂલા  સંભારણા   
ભીતર  કઈ  મહેલાત   મનોરમ   ચણી  ગયા  હશે


ખેંચાયા ચીર    ભરી  સભામાં   કિન્તુ   ઉભા   રહ્યા ,
મૂકી ખુદને  તીજોરીમાં જગત ને મળવા ગયા હશે  .


"ચાતક" નયનોમાં  જિંદગીની  કંઠકથા વંચાય  છે ,
 જળ  છીછરામાં  તરતા કેવી રીતે  થઈ  ગયા  હશે .          
ચાતક

2 comments:

  1. KAVITA GADA liked chatak Dev.'s blog post ભારા સાપના માથે થી ઉતારી દે ,!ચાતક.
    1 hour ago

    ReplyDelete
  2. P. K. Davda commented on chatak Dev.'s blog post ભારા સાપના માથે થી ઉતારી દે ,!ચાતક.



    "સરસ".

    16 hours ago

    ReplyDelete