ભરખી ગઈ છે લાગણી અંતે હરહંમેશ મને ,
તારા પ્રેમની ઝંખનામાં શોધું હું અવિરત મને
નાદાનીમાં પ્રગટાવી પ્રેમકાજે હરહંમેશ જ્યોત
મૃગજળના અંતે હરણાં સતાવે દોડી હંમેશ મને
તું શ્વાસ ને ઉશ્વાસમાં ડૂબાડીશ હંમેશ મને .
યાદોની ધૂળ ડમરીઓ શ્વાસોમાં નીગળતી જાય મને
રેખા સમયની ખેંચાતી નથી ક્ષણો ફૂ ટેલી મળે મને
સંધ્યા સમયનો મુગટ પહેરે, તિમિર સદા મળે મને .
વાસ્તવના મૃગજળ નું ઝેર પીવડાવી દો મને,
લાશો શમણાંની ઝળહળતી સળગેલ સદા મળે મને .
અંતે લાગણીની લાશ સ્પર્શથી સ્તબ્ધતા મળે મને ,
"ચાતક" યુગોના ભ્રમણની તૃષ્ણાનો હાંફતો મળે મને.
ચાતક .
