8 August 2012

તારા લલાટે પૂનમ જેવો ચાંદલો શોભતો ઝગમગતો,ચાતક

તારા   લલાટે  પૂનમનો      ચાંદલો    શોભે      કેમ   ભૂલું    હું 
પૂનમની     ચાંદનીનો    હતો   શીતલ   છાયો. કેમ   ભૂલું    હું 
 
 
ટીમટીમ  તારલાઓં        આભમાંથી     આંખમાં       ઉતરતા ,
ઝળહળ   કમળ  નયનના  તમારા કામણ  નૂર કેમ   ભૂલું    હું 
 
 
સોહામણો        પાલવ      સમજી     એટલે   ઉઠાવતો     સદા ,
ધબકતો  રહ્યો   છું  અવિરત તમારા દિલમાં   કેમ    ભૂલું    હું 
 
 
રહેતો     ઘનઘેરી    શ્યામ    લહેરાતી   ઝુલ્ફોમાં     કેદ   થઈ    ,
છીપાવતો     છાયામાં    પ્યાસ     યુગોની    ,કેમ    ભૂલું     હું  
 
 
તારા   વિશે    સ્મરણ    વિચારું       ફૂટે      છે        આઇનામાં ,
કેવી  દીવાનગીની   રમત   પ્રેમથી   સજાવું  . કેમ   ભૂલું    હું 
 
 
સ્વર્ગ      દુનિયા     લાગશે    પ્રેમ      કોઈનો        પામવામાં 
"ચાતક" અહેસાસની   મહેક    ક્યાં     સાચવું    કેમ   ભૂલું  હું 
 
ચાતક
 
 

4 comments:

 1. mauri shah liked chatak Dev.'s blog post તારા લલાટે પૂનમ જેવો ચાંદલો શોભતો ઝગમગતો ,ચાતક.
  58 minutes ago

  ReplyDelete
 2. Deepa Sevak liked chatak Dev.'s blog post તારા લલાટે પૂનમ જેવો ચાંદલો શોભતો ઝગમગતો ,ચાતક.
  1 hour ago

  ReplyDelete
 3. તારા વિશે વિચારું સ્મરણ ફૂટે છે આઇનામાં ,
  દીવાનગી ની રમત કેવી પ્રેમથી સજાવતો, હું કેમ ભૂલું .

  ReplyDelete