14 November 2012

કોઈ આવે છે કોઈ જાય છે જિન્દગીની કિતાબોમાં,ચાતક


કોઈ   આવે  છે  કોઈ  જાય છે  જિન્દગીની  કિતાબોમાં ,
ચાહ -નફરત ના  રહે   સદા    જિન્દગીની  કિતાબોમાં .


જીવતરના    દરેક  પાના  જોજે   સ્મૃતિના  પ્રકરણમાં ,
ક્યાંક   પડછાયા   હશે  તારા  જિન્દગીની  કિતાબોમાં .


અહીં   મિલન   ને    વિરહના   અલૈાકિક    હિસાબ  છે ,
પૂનમ   પછી   અમાસ  આવે   જિન્દગીની કિતાબોમાં


પ્રતિબિંબ     આયનાના   દરેક   સાચા   નથી     હોતા ,
વ્યાખ્યા  ઓં  બદલાતી  રહે   જિન્દગીની  કિતાબોમાં


જીવતરમાં  કબ્ર  ને  સજદા કરી  ઢળી પડું  એ પહેલા ,
તમે કહો સજદા કરું ક્યાં ક્યાં  જિન્દગીની  કિતાબોમાં ,


"ચાતક"  તારે  જે  કહેવું હતું તે કહ્યું  વાર્તાના અંતમાં ,
મૌન   રાખ્યું  તે  સદાય  છબીમાં વિસ્તૃત  કિતાબોમાં .

ચાતક

 

1 comment:

  1. priya jain liked chatak Dev.'s blog post કોઈ આવે છે કોઈ જાય છે જિન્દગીની કિતાબોમાં ચાતક.
    yesterday

    ReplyDelete