31 January 2013

સુખની રેખા સમય આવે મુઠ્ઠીમાંથી છટકી શકે છે ,ચાતક


સુખની    રેખા   સમય    આવે    મુઠ્ઠીમાંથી   છટકી  શકે   છે ,        
નસીબ    તને  પીગળાવી ને    ગમે   ત્યારે  છટકી  શકે    છે .


નયનોમાં  આંસુ    ના  લાવીશ  મૃગજળ તને  હંમેશ   છેતરે ,
ચહેરા    ઉપર   બાંધીને    બુકાની     તેં    છટકી    શકે     છે .


પડાવ ના   ભીતર  શ્વાસો ના   અણસારના  પડકાર  ઝીલ્યા ,
ઉઘાડી    બંધ   દ્વારને   તે  શણગારતાજ   છટકી   શકે     છે .    


કિસ્મત ને   દોષ   દે રીત    છે  સદાય  તારી  ખુલાસા   કરી ,
ગરીબ     ખુદ     નસીબને   ચપ્પુ    હુલ્લાવી  છટકી શકે  છે .


સતત    બોજ   તું     નાંખે     લાચારીનો    ગરીબ   ને   કાંધે ,
બદનામી   ના   નામે  આકાશ   ભીતર ઈશ્વર  છટકી  શકે  છે .


વિહવળ   જિંદગી    હંમેશ  જુગાર   છે   એવું    ના    માનીશ ,
રમત માં "ચાતક" ચોગઠા ના કોઈકવાર પાસા છટકી શકે છે .

ચાતક
    

3 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post સુખની રેખા સમય આવે મુઠ્ઠીમાંથી છટકી શકે છે ,ચાતક.
    yesterday

    ReplyDelete
  2. P. K. Davda liked chatak Dev.'s blog post સુખની રેખા સમય આવે મુઠ્ઠીમાંથી છટકી શકે છે ,ચાતક.
    21 hours ago

    ReplyDelete
  3. aatamjani liked chatak Dev.'s blog post સુખની રેખા સમય આવે મુઠ્ઠીમાંથી છટકી શકે છે ,ચાતક.
    20 hours ago

    ReplyDelete