24 February 2013

આપણે તો ક્યાં ન્હાવા નિચોવાનું હોય છે ,ચાતક


આપણે    તો   ક્યાં   ન્હાવા  નિચોવાનું  હોય  છે ,
હાડપિંજર  ને  અજવાળવાનું  દીવાથી  હોય  છે .


એક  પેટી  દીવાસળી  ચૂલે  લઈ બેઠો  છે  ભલા ,
ભીની લાગણી નો પૂડો મૂકી  શેકવાનો  હોય  છે,


એક  ભવનો સથવારો  આભડ  છેદ  થઈ  ગયો,
એક  મૂઠી રાખ લઈ  ને  પાછો આવતો  હોય છે .


એક   ભવ   આખો   ફોટામાં    લટકતો  ટિંગાય,
હારમાં   સબંધો  નો   નિચોડ  લટકતો  હોય  છે .


અહમ  કરી  ખુદા ભલે કરે દુનિયા તેના વશમાં ,
"ચાતક"નિર્મોહી શંકર જેમ ઝેર પીવાનું હોય છે .

ચાતક
 

2 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post આપણે તો ક્યાં ન્હાવા નિચોવાનું હોય છે ,ચાતક.
    yesterday

    ReplyDelete
  2. Dhaval Navaneet commented on chatak Dev.'s blog post આપણે તો ક્યાં ન્હાવા નિચોવાનું હોય છે ,ચાતક.



    "Khub sunder.."

    ReplyDelete