24 February 2013

વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,ચાતક


વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,
સ્નેહ  થી  ભર્યા  હ્રદય  ની  ફોરમ  જતી  રહી .


સંગ્રેલા  અરમાનો   સિંચી  સિંચી  મોટા  કર્યા ,
આજે  સ્નેહના શ્વ।સો  ની  ભીનાશ  જતી  રહી .


ઉભા હતા ત્યાં રસ્તા  ની દિશા બદલાઈ  ગઈ ,
સમયે  જ્યાં પહોંચવું  હતું  મંઝીલ  જતી રહી .


ઝળહળ લાગણીના  સોદા  ની  આપ લે  થઈ ,
સ્નેહના સ્મશાનો સળગ્યા ને  રાખ જતી  રહી .


અરમાનો , લાગણી, ની  લાશ  ક્યાં  બાળીશું,
"ચાતક"  માનવતા  ની   જમાત  જતી   રહી .

ચાતક
 

3 comments:

  1. priya jain liked chatak Dev.'s blog post વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,ચાતક.
    Friday

    ReplyDelete
  2. P. K. Davda liked chatak Dev.'s blog post વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,ચાતક.

    ReplyDelete
  3. P. K. Davda commented on chatak Dev.'s blog post વ્યવહાર થઈ ગયા ભીની લાગણી જતી રહી ,ચાતક.



    "અરમાનો ,લાગણી, ની લાશ ક્યાં બાળીશું, "ચાતક" માનવતા ની જમાત જતી રહી . Very nice.".

    ReplyDelete