7 November 2013

એમને ચાહયો છે મને અવિરત નફરતના સહારે ,ચાતક



એમને   ચાહયો   છે    મને   અવિરત  નફરતના સહારે ,
જેમ    ગુલશનમાં   રહે   છે    કંટક    ગુલાબોના  સહારે ,


એ    ગુલશનમાં  આવે  સમેટી   લે  વિખરાયેલી  ખુશ્બૂ ,
એમને  ચઢાવ્યા  છે   નજરોના   તીર  મૌસમના  સહારે ,


યાત્રા  એવી  કે એ બહાને  એમની આંખડી થાય સુરાહી ,
ચાહતનો નશો એમનો થાય ગંગાજળ  સુરાહીના સહારે


સૂકાયેલા  અશ્રુબિન્દુ  નયનમાં  છે  કરશે  આંખ   ભીની ,
જેમ વરસાદના બિન્દુઓં ભેગા કરે  છે વાદળના  સહારે ,


"ચાતક" ઉઘાડાં  દ્વાર રાખીશું એ આવશે એ  એંધાણથી ,
પૂજીશું  નહીં તો  એમને  ઈશ્વરની  જેમ  દર્શનના સહારે 

ચાતક

1 comment:

  1. comment:









    Vishwadev Pandya7 March 2014 09:27

    Very nice.I like it.

    ReplyDelete