24 April 2014

દશા ને દિશા બદલતા જિંદગી પંથમાં તું મુસાફર થઈ જા ,


દશા  ને    દિશા  બદલતા   જિંદગી  પંથમાં  તું   મુસાફર  થઈ  જા ,
અસર  એમના   મિલનની  કે    દુઆઓં  ફળી  તું  રહેબર થઈ   જા ,

પુણ્ય   મેળવા   ખુદ   નદી   બીજાની  ગંદકી  મૌન  સાગરમાં  ફેંકે ,
હ્રદય   વિશાળતા આમ  અમથી   મળી  નથી  તું  સમંદર થઈ  જા ,

છતાં    પૂજવાનું    સૂર્યાસ્તને    રાખ   પછીથી   સૂર્યોદય   થવાનો,
હ્રદયમાં પણ અજવાસ ને સાચવતાં સાચવતાં તું ઉજાગર થઈ જા ,

ગગનમાં  તને  પણ  રસ્તાઓનો   અણસાર   શોધે  ક્યાંથી  મળશે ,?
કિન્તુ   જે   દિશા   તરફ   દાતાર   થઈ  ચાલ્યો  તું   ઈશ્વર  થઈ  જા ,

મહેફિલમાં    ને   મહેલોમાં   દીવાનગીથી    ભલે    આળોટ્યા   કર ,
જીવનની   સારપ એટલી  ઝૂંપડીના  દીપનો  તું   મુક્દર  થઈ  જા,

ભલે  "ચાતક"   વરસાદના   ઝાંઝવામાં  તું   બેચાર   ટીપાં  પી  લે ,
તરસ    નીર   છીપાવવા   જરૂર    કોઈનો    તું   ચારાગર  થઈ  જા ,

મુકુલ દવે "ચાતક"

11 April 2014

કેટલા જન્મોથી હ્રદય નો અંધકાર ઉઘડતો નથી ,


કેટલા    જન્મોથી    હ્રદયનો      અંધકાર   ઊઘડતો    નથી
શોધે   છે  એ   ને   ખુદ   છાયાની   બહાર  નીકળતો    નથી ,

કેવા     જન્મોનો   સંબંધ   ખુદ   આયખાનો  તડપાવી  રહ્યો ,
ધોઉં    હું    પંડ   આત્માનો   ખુદ  અવાજ    ધબકતો    નથી ,

માર્ગનું     તારું     પગેરું    શોધી    ખુદ    નીકળ્યાંતા    અમે ,
ઓંહ  રહગુજર    તેથી   અન્ય  રાહ  ઉપર  હું  રખડતો  નથી ,

તું       પથ્થરમાં     બેસી,   પલાંઠી વાળી,  મૂર્તિમંત     થયો  ,
ત્યારથી     અમારી       પાર્થનામાં        ઓગળતો        નથી ,

ધોધ   વરસાદના જળ  ઘા  ઉપર ખુદ  લગાવ્યા 'ચાતક'  તેં ,
પોકળ  છળના  કાટમાળ  ભીતર  કૃષ્ણ  ખુદ ઊતરતો  નથી ,

મુકુલ દવે "ચાતક"

2 April 2014

દીવાનગી પણ છે મહોબ્બત પણ હશે હું જાણું છું


દીવાનગી પણ  છે,મહોબ્બત પણ હશે, હું જાણું છું ,
આંખો  વચ્ચૅ પાંપણની આડી  આડ છે, હું જાણું છું,

સંબંધની  પોકળતામાં આશિકી પણ હોવી જોઈએ ,
કાજળ  ભરેલ   આંખમાં  કાળાશ  છે   હું   જાણું  છું ,

ભીતર  હ્રદય  છો  ચાહતું,  મન  દુનિયાદારીમાં છે ,
આંખો  વડે  હંમેશ  માપ  તોળાય  છે,  હું  જાણું  છું ,

ફેલાવી   ઝુલ્ફો   ઢોંગ  શીતળતાનો   છોને  તું  કરે ,
થઈ દુનિયાદારીની  વણઝારી  ફરે,  હું    જાણું   છું ,

રાખીશ   બાંધી  ગાંઠ  તું   રિસામણાની   તેથી   શું ,
આ  તો સમયની ચાલ  છે, બાંધે, છોડે, હું  જાણું  છું
મુકુલ દવે "ચાતક"