સળગાવ તું એક છેડે , બીજે છેડે તેને હું બુઝાવીશ ,
ભીતરના સળગાટના જ કીમિયા કરીએ આપણે ,
કાઢ નાગને તું ટોપલામાંથી, ખભે વીંટાળી હું ફરું ,
મમતના ગર્ભમાં ઊછરેલ નાગ પંપાળીએ આપણે ,
ઝેર એની આંખોનું તું પી , જાદુ મંતરથી હું ઉતારીશ ,
પીવા ઝેર શિવને નથી બોલાવવા,જગમાં ઢોળીએ આપણે ,
ખોતર જખ્મોને તું તેના , રૂઝવવા જખ્મોને હું પંપાળીશ ,
પ્રણયના પંથમાં દિલના દર્દને કોતરીએ આપણે ,
પ્રહારો કર તું પથ્થરના તેની મૂર્તિ હું સ્થાપીશ ,
ભીતરના ઈશ્વરને બહાર કાઢી પૂંજીએ આપણે
મુકુલ દવે "ચાતક"