3 June 2014

પથ્થર ને આયના સામે ખુદ તું ફેંકીશ નહીં ,ચાતક


પથ્થરને   આયના  સામે   ખુદ  તું    ફેંકીશ      ના
ભીતરનાં  બિંબ  છે  કાચનાં  ખુદ  તું  તોડીશ    ના

તાગ  મેળવ્યા  છે  સઘળા  શમા  ને  પંતગિયાના ,
મુહબ્બત એક આગ છે  શમા,ને ખુદ તું ફૂંકીશ  ના

સંબંધો  છે   લજામણી   જેવા  બંધ   ને   ઊઘડતા   ,
વેદનાના   ઘા   દિલમાં   છે,   તું   પંપાળીશ     ના

પ્રેમનાં     ભરમાતાં    કામણનાં     પૂતળાં     જોઈ ,
તરસ  સાબિત કરવા ખુદ  તું   છાતી  ફાડીશ   ના

ઊતરતી  નથી  દિલમાં  છબી  પ્રેમ  કે  નફરતની ,
મૌન  ધર્યું  છે  તેથી  "ચાતક" ખુદ તું  છોડીશ  ના

મુકુલ દવે "ચાતક"

1 comment: