સિક્કો ઊછાળીશ તો વહેવાર , નહીં તો તને બદલાતા મળશે ,
તન મન સજાવીશ તો તહેવાર , નહીં તો તને અથડાતા મળશે ,
ફેંક પત્તાં પ્રભુ એક બાજી તારી ને બીજી બાજી મારી ,
બાજી જો હાર્યો તો ચકચાર , નહીં તો તને ભરમાતા મળશે ,
આગને પ્રગટાવ હંમેશ તારી મશાલ સળગાવેલી રાખ ,
ઓગાળ ચારે બાજુ નો અંધકાર , નહીં તો તને ઓલવાતા મળશે ,
ખુદનો આયનો લઈ શોધ્યો નહીં જડે માણસ આ શહેરમાં ,
ભોમિયો હોય દુનિયા ગોળાકાર , નહીં તો તને અટવાતા મળશે ,
ખુદા ના દે "ચાતક" મૂશળધાર વરસાદ ,આશ વસી છે બુંદ પાણીમાં,
ઘોર વાદળો અણસાર કરશે , નહીં તો તને પડઘાતા મળશે ,
મુકુલ દવે "ચાતક'