26 June 2015

ખુદા કહ્યા એમને શિખરે જઈ બેઠા ભીંજાતા નથી ,મુકુલ દવે "ચાતક"


ખુદા    કહ્યા, એટલે    શિખરે    જઈ   બેઠા,  ભીંજાતા નથી ,
પગ    હવે    એમના    ધરતી     ઉપર    પરખાતા    નથી ,

હ્રદયમાં       સતત       ઝંઝોળી      ઝળહળતા     રાખીએ ,
દીવાનો  ઝળહળ  અજવાસ   છે   છતાં  ઓળખાતા  નથી ,

જીદે    ચડ્યો    હતો    છતાં    તમે     શિખરેથી      ઉતાર્યો ,
જોઈ  લ્યો , ઘંટારવ  કરવા  છતાં  સહેજે  મલકાતા   નથી ,

લાખ   ભેદ   હોય   છતાં   દુનિયાના    લોકોને   પૂછી    જો ,
ક્યા   વાંકે  પથ્થરમાં બેસાડીને  સ્વયં  અજવાળાતા  નથી ,

ઊંઘતા    હોય   તો    જગાડે ,  જાગતાને   કેમ   જગાડવા ?,
ઉધામા કરે પીડા ,હતાશા,ઐશ્વર્યનાં  હૈયાં વલોવાતાં  નથી ,

ભોમિયાના   ભરોસે    રહીશ   તો   રવાડે     ચઢાવી    દેશે ,
રાહનો  રાહબર  બન  "ચાતક" નહીંતો  ખુદ પડઘાતા નથી ,

મુકુલ દવે "ચાતક"

23 June 2015

તે પૂર્યો મને માટીમાં રૂંધાઈ રહ્યો છું ,મુકુલ દવે "ચાતક"


તે    પૂર્યો     મને    માટીમાં    રુંધાઈ    રહ્યો     છું ,
શ્વાસોની   ઘટનામાં   ગાજી    પડઘાઈ   રહ્યો    છું ,

અજવાસ    લોહીના   પોલાણમાં    ક્યાંથી    હોય ?,
ઠાંસી  ઠાંસી  ભરેલી  વેદનામાં  છલકાઈ  રહ્યો  છું ,

છું   હું  કાણી  બાલદી  જેવો  ક્ષણની  ધડિયાળમાં ,
વહેતો   રહ્યો  ચંચળ   શ્વાસમાં  ઠલવાઈ  રહ્યો  છું ,

વ્રુક્ષ   પર   માળો   બાંધ્યો   બે  ત્રણ   ઈડાં મૂક્યાં
હેતથી  તણખલા  પેઠે   સતત   ફ્ફ્ડાઈ  રહ્યો   છું ,

સાંજ    ઢળી   સદન   હવે   ખંડેર   થઈ  રહ્યાં    છે ,
ઘરખૂણે "ચાતક"યાદો મમળાવી સંકેલાઈ રહ્યો છું ,

મુકુલ દવે "ચાતક"

19 June 2015

હોઠ પર મૂકી વાંસળી ને નભ ઝૂક્યું એ તું હશે !મુકુલ દવે "ચાતક"


હોઠ  પર  મૂકી  વાંસળી   ને  નભ  ઝૂક્યું  એ  તું   હશે !
ભીંજવી   પાંપણ  રાધાના  મૌનને  ઘૂટયું  એ  તું  હશે !

દીવાની બેઉ એક પ્રેમની પૂજારણ ને બીજી  વિજોગણ ,
તારી  અલગારી ચાહતે  કાળજાને  ડંખ્યું  એ  તું  હશે !

શોધે   યમુનાને  કાંઠે,  મથુરા,  દ્વારિકા  ને  વૃંદાવનને 
નડ્યા   સીમાડા   ને    બંસીસૂરે   છ્ળ્યું   એ  તું   હશે !

મીરાં  ને  રાધા  વૈરાગ્ય   અને  વિરકિતનો  સધિયારો ,
તદ્રૂપ બાવરીએ  ઝેર પીધું ને બંધન તૂટ્યું  એ  તું  હશે !

ઘેરો ચડ્યો રંગ "ચાતક" કરી દીવાની જ્યોત જ્વલંત ,
રોમ રોમ  પ્રિયને ચાહતાં જે  સ્વર્ગ  મળ્યું  એ  તું  હશે !

મુકુલ દવે "ચાતક"




13 June 2015

ચપટી કંકુ ચોખા ઉછાળી વહેવાર લઇ આવ્યો ,મુકુલ દવે "ચાતક"


ચપટી    કંકુ   ચોખા    ઉછાળી   વહેવાર   લઇ   આવ્યો ,
કોતરી    'લાભ     શુભ'   બારણે   સત્કાર   લઇ   આવ્યો ,

આવ્યા      ઉન્માદમાં     એ     આસોપાલવના    તોરણે ,
આલેખી   શ્રી   સવા   લક્ષ્મીનો   રણકાર   લઇ  આવ્યો,

આંગણને   ઊંબરે  ક્ષણે  ક્ષણ  ધૂપસળી  જેમ  પીગળ્યા,
વિસ્તરતી  દસ  દિશામાં  સુવાસનો  સંસાર લઇ આવ્યો ,

'ફૂલો'  નો  અર્થ  ફક્ત તમે  પળે પળ 'સુવાસ' કર્યો  હશે
ભેદને   પામવા ફૂલમાળા પહેરાવી  સંસાર લઇ આવ્યો ,

મીણબત્તીના પ્રકાશે  "ચાતક"  મીણનાં  પૂતળાંને  જોઈ
સાચવેલી  તરસને   ઠારવાનો   ઉપચાર  લઇ   આવ્યો

મુકુલ દવે "ચાતક"