27 August 2015

જામના ઘૂંટને પી ઘૂંટીને તરસ તરસી ઘૂંટાઈ જાય ,મુકુલ દવે "ચાતક"


જામના    ઘૂંટને    પી    ઘૂંટીને    તરસ   તરસી    ઘૂંટાઈ   જાય ,
ધીમે   ધીમે   ઘૂંટ   પી   સદા   ઝેર   જીરવી       પૂજાઈ     જાય ,

કાચના   ટૂકડા   છબીના  કર્યા   ભેગાં મળ્યાં  અનેક  પ્રતિબિંબ ,
કયો  ચહેરો  એમનો  પૂછું,  તિરાડોને   છળ  કરી  છુપાઈ  જાય ,

મળ્યો   ના  ક્યાંય   ખોવાયેલો   ઈશ્વર  પ્રગટાવવા   માનવમાં ,
જ્યાં  હોવો જોઈએ  ત્યાં હોય  નહીં, દેવાલયમાં કોતરાઈ  જાય ,

તું   જ  પાંગરતા  પ્રેમપ્રવાહમાં મુમતાઝ ને તાજમહેલ પણ તું ,
ડૂબો તમે પ્રણયની પરાકાષ્ઠામાં ખુદમાં શાહજહાં જીવાઈ જાય ,

સદા  ચાતક"  તારું   હૃદય  ભીતર  અવિરત  વલોવાયેલું   રહે ,
જે    ઝેર   મંથાયું    માંહ્યલામાં  અમૃત   બની   પડઘાઈ   જાય ,

મુકુલ દવે "ચાતક"

25 August 2015

મારા ખીસ્સા જોઈ એમના ખીસ્સામાં સજાવે છે ,મુકુલ દવે "ચાતક "મારા  ખીસ્સા  જોઈ   એમના   ખીસ્સામાં  સજાવે    છે ,
એ  ચીપે  છે   ગંજીફાની   જેમ  ને  બાજી   બિછાવે  છે ,
વેશ  ઘણા  કાઢે  અદાકારની   જેમ  સંબંધ  સાચવવા ,
ગણે છે ગણિત દાખલાની જેમ ને વ્યવહાર ગણાવે છે ,

મુકુલ દવે "ચાતક "

20 August 2015

મારી વાર્તા એક છળ છે તેની કળ વળતી નથી ,મુકુલ દવે "ચાતક"


મારી  વાર્તા એક છળ  છે તેની કળ વળતી નથી ,
ગળે  નાગણ  વીંટળાયેલી  છે  કદી દસતી નથી ,
વિટંબણા એ  છે  ઝેર ચડતું  નથી  ઉતરતું  નથી ,
કેવી રીતે બોલાવું  વૈધને કોઈ દવા જડતી નથી

મુકુલ દવે "ચાતક"

યાત્રી છું પ્રભુ જીવન જુગારીનો, પત્તા સબળ આપી દે ,મુકુલ દવે "ચાતક"


યાત્રી   છું  પ્રભુ  જીવન  જુગારીનો,  પત્તાં  સબળ  આપી  દે ,
બાજી   પીરસ   જીત   હારની,   દાવની   અટકળ   આપી  દે ,

ખખડાવી   દ્વાર    ભલે   તું    રમાડે   સંતાકૂકડી   ને   થપ્પો ,
હારની  બાજી  જીતમાં  ફેરવવા, અણસારની  કળ  આપી  દે ,

મુરલી  તારો વૈરાગ્ય  ને  વિરકિતનો  અણમોલ   સધિયારો ,
તારા પ્રતાપે  ગૂઢ  ખોજના ,   ઈશારાની   સાંકળ  આપી   દે ,

જગત   છે   સંપૂર્ણ   જુગારી  માણસ  માણસ  વચ્ચે  તમાશા ,
યાત્રા   કર  નગરની  શામળ,   સ્મરણ  પળે  પળ  આપી  દે ,

નિરાકાર છતાં  ભીતર ફંફોસી  જોયું ધાર્યું  હતું  એવું  ન  હતું ,
ઘણો મથ્યો કિન્તુ જીવન અર્થના, હિસાબનો કાગળ આપી દે ,

હવે  નથી  સહી  શકતો  "ચાતક"  તારું   આ  મૌનનું  ભારણ ,
અકળ  લીલામાંથી   બહાર  આવ,   મર્મની  કૂંપળ  આપી  દે ,

મુકુલ દવે "ચાતક"

12 August 2015

ઉખાડ બેડી તોડ સમાજના બંધન તલસતા વરસાદમાં ,મુકુલ દવે "ચાતક"


ઉખાડ    બેડી    તોડ    સમાજનાં   બંધન    તલસતા વરસાદમાં ,
આવીને   વરસ  તરસતી  તીવ્રતા  લઈને  સળગતા  વરસાદમાં,

ભીંજાઈએ   તરસતી    ખાલીપાની   લાગણીના  ખુલ્લા   આકાશે ,
પ્રેમાકાશમાં ઇજન  છે આ પાર ના ઓં પાર ઘૂઘવતા  વરસાદમાં ,

ડૂમો   વળ્યો   છે   આપણી   પ્રીતના  સહસ્ત્ર  સૂર્યના  જન્મારાનો ,
જન્મોના   ઉમંગમાં   એકમેક   ઉઘડીએ   ધસમસતા  વરસાદમાં ,

ભલેને     શહેરની    ધરતી,   આંગણ    ને    દીવાલો   કોરી    રહે ,
બસ  આજ  તારું  હ્રદય  વહે  પાણીની  જેમ  ઊભરતા વરસાદમાં ,

ભલે    ઉમટે    યાદો    ઘૂઘવાટા    મારતી    વરણાગી    ધારાઓ ,
છો   તર્ક   વિતર્ક   કલરવ  કરે  શહેરના લોક ઉછળતા વરસાદમાં ,

પોઢેલા   અંગ   અંગ   સ્નેહના   સ્પર્શથી   ફૂટી   ભલે ને   ભીંજાય ,
ખીલીએ       મયૂરપંખી       કળાએ       ઉજવતા         વરસાદમાં ,

ભલે    કોરા   રહે    વરસાદમાં  ઈતિહાસ અતીત  ને    ભવિષ્યના
આજનો  કોલ   છે  "ચાતક"   ભીંજાઈએ    છલકતા     વરસાદમાં ,

મુકુલ દવે "ચાતક"8 August 2015

આગ વિના ઘર સળગતા હોય છે ,મુકુલ દવે "ચાતક "


આગ   વિના  ઘર  કાયમ  સળગતા   હોય  છે ,
લોક    જઠરાગ્નિ   ઠાળી      જીવતા   હોય   છે ,
મંદિરમાં  પ્રભુ   સદાય  હોય   તમાશો   જોવા
જીવવાને વાંકે  લાશ  થઇ  રઝળતા  હોય   છે
મુકુલ દવે "ચાતક "


ફૂંક મારી સૂતેલી રાખમાંથી શંકર કરી જુઓં ,મુકુલ દવે "ચાતક"

ફૂંક     મારી   સૂતેલી    રાખમાંથી    શંકર   કરી   જુઓ ,
સંઘરેલી ભીતરની આગ  લાલ કરી મુકદર કરી  જુઓ ,

લગાવ  આગ  ધૂમાડો   કર  અલગારી   લાગણી   પર ,
સળગતી  લાગણીનું  તાપણું  કરી અવસર કરી  જુઓ ,

શેક્યા   રોટલા   ભૂખ્યા   પેટની   જવાળાઓંથી   તમે ,
શબ   ઊભા  કરી   કફન   ફેંકી    પેગમ્બર કરી   જુઓ ,

ભડાકો    કરી   સોંસરું   બાકોરું   ખોપરીમાં  તમે   કર્યું ,
ટળવળતી માણસાઈના  શહેરમાં જીવતર  કરી  જુઓ ,

ઊભો થા,વગાડ ડમરું, હાક કર શિવનું ત્રીજું નેત્ર ખોલ ,
કલિયુગનો  નાશ  કરવા   જાગરણ  ઉમ્રભર કરી જુઓ ,

મુકુલ દવે "ચાતક"

3 August 2015

મહોબ્બત છે જાનમ સીતમો આપ ,મુજને પ્રહાર નથી પોહોચ્યાં ,મુકુલ દવે "ચાતક"


મહોબ્બત છે  જાનમ સીતમો આપ ,મુજને પ્રહાર નથી  પહોંચ્યા
ચાહની  તાસીર  છે  દિવાનગી , મુજને  અણસાર નથી  પહોંચ્યા

ઓંહ   ચાહનાર   વેદનાઓ   આપ ,   સઘળી   પારાવાર    આપ ,
ઈબાદતની  મહેર  છે  જખ્મો ,  મુજને  ધારદાર  નથી   પહોંચ્યા

ગુનાહો   ઉન્માદમાં   થયા   હોય  જાનમ ,  તેના  ખુલાસા  આપ ,
ખુલાસા  જેના  થયા  ના  હોય , મુજને  વહેવાર  નથી   પહોંચ્યા

મઝધારે   આવી   ડૂબે   નાવ ,  એ   પહેલાં   પતવાર  આપી  દે ,
મસીહાની તૃષ્ણાથી તરસ્યા રહ્યા ,મુજને ઉપચાર નથી પહોંચ્યા

તકાદો  દર્દનો  એવો  છે  જાનમ , સ્તબ્ધ  હૃદયને  સ્પંદન  આપ ,
અલગારી આંખના ધૂંધળા પંથના મુજને રાઝદાર નથી પહોંચ્યા

મુકુલ દવે "ચાતક"