6 September 2015

પુષ્પો ને કંટકોની હસ્તરેખા કોઈ ઉક્લેતું પણ નથી ,મુકુલ દવે "ચાતક"


પુષ્પો    ને    કંટકોની    હસ્તરેખા    કોઈ     ઉકેલતું     પણ     નથી ,
લે     પુષ્પોની     ખુશ્બૂ ,    કંટક    ને     કોઈ    અડકતું  પણ   નથી ,

જળની     કિમંત     શું     છે    મને     ત્યારે     જ    સમજાઈ    ગઈ ,
આંખમાં ઠરીને  થંભી  ગયું  ને   બ્હાર    સહેજે    વહેતું   પણ   નથી ,

એમણે   અચાનક    ધારણ    કર્યું     મૌન   સફેદ   ચાદર    ઓઢીને,
જે   પાલવમાં  ઘર   હતું   એ   વસ્ત્ર   આજે   ઓળખતું   પણ   નથી ,

લોહીના   સંબંધના   ખડિયામાં  કલમ   ઝબોળી  સગપણ  ચીતર્યા
પરપોટા ચામડીમાં પાણીના થયા લાલ રંગનું લોહી થતું પણ નથી,

પાટી,   બ્લેકબોર્ડ   ને   પેનથી  શિક્ષકે   ઘૂંટી  શીખવ્યું   એ  શીખ્યા ,
જિંદગીની  થપ્પડે  આત્મસાત  થયું  એ  શીખવવું  પડતું પણ નથી,

મુકુલ દવે "ચાતક"

1 September 2015

તારા લલાટે પૂનમના ચાંદલાની જેમ શોભતો કેમ ભૂલું ,મુકુલ દવે "ચાતક"


તારા  લલાટે  પૂનમના  ચાંદલાની  જેમ  શોભતો  કેમ ભૂલું ,?
પૂનમ   કેરી   ચાંદની   શીતળતામાં   ઝળહળતો  કેમ  ભૂલું ? ,

ઉતરતા    અંધારે    આભથી    ટિમ    ટિમ   કરતા   તારલા ,
કાયમ  તારાં  કમળનયનોના રંગમાં  ઝગમગતો કેમ ભૂલું ?,

ઉઠાવતો    હું    હંમેશ    લ્હેરાતા    ઘૂંઘટને     એ    સમજીને ,
રહેતો   હું   સદાય    તારા   હૃદયમાં    ધબકતો   કેમ   ભૂલું ?,

રહ્યો   છું  સદા  કેદ  થઇને  તારી  ઘનઘોર શ્યામ  ઝુ લ્ફોમાં ,
હંમેશ કેશની છાયામાં કાળજાની પ્યાસ છીપાવતો કેમ ભૂલું ?,

સદા  રહું  તારી  સમીપે  એ વિચારી સ્મરણ પ્રગટે આંખોમાં ,
દીવાનગીની  રમત  રમી  તૃષ્ણા  કેવી સજાવતો  કેમ  ભૂલું ?,

સ્વર્ગ લાગે "ચાતક" દીવાનગીના  વરસાદમાં   ભીંજાવામાં  ,
મૌન  બની આભના એકાંતમાં વાદળને જગાવતો કેમ ભૂલું ?,
મુકુલ દવે "ચાતક"