19 April 2016

ભીતર ના દીવા નો મર્મ ફોડી શકે તો તું જો ,મુકુલ દવે "ચાતક "


ભીતર ના  દીવા નો  મર્મ  ફોડી  શકે  તો    જો ,
શ્વાસો  મહીં  મોઘમ    તરસ  તોડી શકે તો  જો ,

છાતી  ઉપર ઘા   ને   કરી   ચીરી  બધું   જોયું
કાદવ  કર્યો ભીતર, તું  તરછોડી  શકે  તો  જો ,

માચીસ , પૂળા  લઇ  ભલે  ઊભો  તું   સ્મશાને ,
હરદમ  સમય સાથે તું  અહીં દોડી શકે તો  જો ,

મન   માણસોના  વાંચવા  દીવો  હું   પ્રગટાવું
ને   ઝાંઝવાંના  આયના  છોડી  શકે  તો    જો ,

હાંફી  ભલે  'ચાતક ' ગયો  તું   સાચવી  શ્વાસો
સાગર  મહીં  મોતી તું   રગદોળી  શકે  તો  જો ,

મુકુલ દવે "ચાતક "

15 April 2016

હું કાંટા ઓ સંગે જીવી તને કેવળ ગુલાબો રાખું છું ,મુકુલ દવે "ચાતક "


હું  કાંટાઓ  મહીં   જીવી  તને  કેવળ  ગુલાબોમાં   રાખું  છું ,
તમે કરમાવ  ના પતઝડ મહીં, આંસુ   મુકામોમાં  રાખું   છું ,

હવે  તો  ઝાંઝવાં  છલકે  છે આંખો ના તરસ જોઈ  હ્રદયની ,
ફરી  મૃગજળ  તરસ ગાંઠે બાંધી,  ભીના રૂમાલોમાં રાખું  છું,

નશાની  સાંજ  પડતા એ સુગંધિત તરબતર તપતી તૃષાને ,
જટામાં   ઝેર   સમેટી  ને   ગંગાજળના   પુણ્યોમાં  રાખું   છું,

સવાર   સાંજ   મારી   બંદગી  ના  દ્વાર  પર  ખુદા  શોધું  છું ,
એ   સજદામાં  ન મળતા,  હું  પહેરણને ગુનાહોમાં રાખું  છું,

'ચાતક' તાસીર  જો, દીવાનગીની , તાજ તડકાને   સ્પર્શ્યો  ,
સગડ  દીવાનગી  ના   શોધવા   પ્રણય  પુરાવોમાં રાખું  છું

મુકુલ દવે "ચાતક "

8 April 2016

ઢળતી તારી પાંપણમાં એવું શું લખ્યું મારું નમન થવું ,મુકુલ દવે "ચાતક"


ઢળતી મસ્ત પાંપણ મહીં તેં શું લખ્યું મારું નમન થવું ,
ને  સાવ  મોઘમમાં  કહ્યું  ને પ્રેમમાં  મારું  કવન  થવું ,

ભૂલી   જવાના  પ્રયત્નમાં જીવતરના  ભેદ તો  મળ્યા ,
તારું  હૃદય વાંચી  નયનમાં આમ મેળાનું  સર્જન થવું ,

કે તારું ઝાકળથી ગુલાબો પર નામ લખવાથી મહેકવું ,
ને    પાનખરમાં   કૂંપળો  ફૂટતાં     તારું  જતન   થવું ,

ચકચૂર આંખોનો નશો સરિયામ તો છલકાય છે તું જો ,
જાગી તલપ એવી નશાની કે સુરાલયમાં  વહન  થવું ,

બળતા વિરહની જ્યોતને એ આશમાં  'ચાતક'  ઠારજે ,
તારો જ પાલવ ઓઢીને મારા વિરહ પંથનું કફન  થવું ,

મુકુલ દવે "ચાતક"

4 April 2016

ફૂંક મારીને સૂતેલી રાખ ને શંકર કરી જો ,મુકુલ દવે "ચાતક"


ફૂંક    મારીને    સૂતેલી    રાખ    ને  શંકર  કરી  જો ,
સંઘરેલી  આગ  ભીતર  છે  તેને  મુકદર   કરી   જો ,

પ્રગટાવો   આગ   દંભી   લાગણીની  કર   જ્વાળા ,
સળગતી આ લાગણી ના તાપણે અવસર  કરી  જો ,

શેક્યા   ભૂખ્યા  અગનથી  રોટલા   તરફડતા  હાથે ,
ઊભુ  શબ કર ને કફન પ્હેરી  તું  પયગંબર કરી જો ,

ખોપરીમાં    સોંસરું   બાકોરું    કર ,  ઝટ  દે  ભડાકે ,
સળગતા ભૂખ્યા શહેરમાં ઝેરનાં  જીવતર  કરી  જો ,

હાથમાં  લે   ડમરું,  ફરી   હાક  શંકરને  અફાટ  કર
ખોલ   શંકરનું  ત્રિનેત્ર,  નાશ  કલયુગનો  કરી  જો

મુકુલ દવે "ચાતક"