29 August 2016

જેટલી તરસની એ તલપ ને તું ગણી મણકામાં જો ગણશે ,મુકુલ દવે 'ચાતક'

જેટલી તરસની એ તલપ ને તું ગણી મણકામાં  જો  ગણશે ,
જડબેસલાક   તારાજ   ભીતરના  ફળિયામાં  ઝરણ   ફૂટશે ,

ઠેબાં   ખઈને   તું  સૂતો   છું, લાશ થઇ  ગઈ છે મટી માણસ ,
ઢમઢોલ   ઈચ્છા   સંઘરેલી   છે   જે  ધીમાં  શ્વાસમાં   ટૂટશે,

બાંધી શક્યો ના તું સમય,બદલાય છે તારીખ  પર  તારીખ,
ભીંતો  ચણી ને  ચામડી  પણ  કોતરી   ને  માયા  તું  જણશે ,

શીખ્યા પછી પણ દુનિયાની એ અગ્નિઝાળમાં બળી તપશે,
ને   અંતમાં   ભીતર   બળી   ને   તું   મંદિર   ભણી   વળશે ,

તું   ના  જન્મયો  એ  નિયતિમાં  જે  અપેક્ષાઓ  હતી  તારી ,
અણબૂઝમાં   તેથી   ઘડેલાં   સ્વપ્નો   ભડકે  સતત  બળશે ,

તારી   બુલંદીઓ   સુધી   તો   જઈશ, પાછો  સાવ  સૂકોભઠ ,
ને  અંતમાં  'ચાતક'  જમીનદોસ્ત  થઇ  તું પંચતત્વે ભળશે

મુકુલ દવે 'ચાતક'

24 August 2016

બસ જિંદગીને આમ વાંચી આંખ ઠારી પાનાં સંકેલાતાં નથી ,મુકુલ દવે 'ચાતક'

બસ  જિંદગીને  આમ  વાંચી  આંખ ઠારી પાનાં  સંકેલાતાં નથી ,
ઘડપણ જ  મારે  ફૂંક  નિયતિના પવનને,રહસ્યો ઝીલાતાં નથી ,

ને  એક તો આ ઓરડો પૂછે  છે પગની ઝાંઝરી ઝણકાર કાલનો ,
પાછું  ઉપરથી  કોણ  જાણે  પડઘા ના  રણકાર જીરવાતાં  નથી ,

ને બંધ મુઠ્ઠીમાં ય સગપણ ના જ એમને રહસ્યો રાખ્યાં છે જ ને ,
અમથી  સમયની  પાંખ  ફફડે, ખુલતાં મુઠ્ઠી હવે પરખાતાં નથી ,

ને  કોક  પ્રતીક્ષાની  સતત  આ  આંખ  તો જોયા કરે જીર્ણંદ્રારને ,
ઉમ્મીદ ના  પડઘા  હવાનાં  કે  ટકોરાના જરાય સમજાતાં નથી,

પ્રકાશની   જ્યાં  હોય   છેતરપિંડી, પડછાયા  સમું  કોઈ  નીકળે ,
શી  રીત  છે  આ ઝંખનાની, કૈક પડછાયા છતાં ઓગળતા નથી ,

જીવન  મહીં  પણ  કેટલી  ચોપાટ માંડીતી  જરા તો 'ચાતક'કહો ,
શતરંજના પાસા  અમે  નાંખ્યા,  શકુનિની ચાલમાં ફેંકાતા નથી ,

મુકુલ દવે 'ચાતક'

10 August 2016

ડંખ જીરવી ચૂંટ કાંટાના ગુલાબ,ખૂશ્બુ તું લે,વિખરાઈ જાય તો ,મુકુલ દવે 'ચાતક'

ડંખ જીરવી ચૂંટ કાંટાના ગુલાબ,ખૂશ્બુ તું  લે ,વિખરાઈ જાય તો
આવ, તારી  મોકલું  સુગંધ, ભલે ગુલાબ  જો  કરમાઈ  જાય તો ,

આમ   છો   ને  ઝંખનાઓ ને  કળીઓમાં, જગાડી   હોય   જેમણે  ,
અંતમાં તો ફૂલ ખરશે,નિયતિની એ વાત જો સમજાઈ  જાય તો ,

મનસૂબા  તો  ફૂલને  કાયમ  કચડવાના  થતાં રહ્યાં  જ છે  અને ,
તું  અત્તર  થઈને  સર્વે  ફેલાવ ખૂશ્બુ, એ ધર્મ પથરાઈ  જાય તો ,

છો   તમે   ફૂલના   સ્વરૂપમાં,  ફોરમ   સમું   પૂજાઈ    જાવ   છો ,
ફૂલ  કાયમ  પર્યાય  કાંટાનો ય  છે, હૃદય નું શું,વીંધાઈ જાય તો,

તું    કહે   કાંટા  ચૂંટી  ગુલાબ  ઝાકળે  ધોઈને   સુગંધ   પી   લઉં
હું   થઈ   ગુલાબની   ખૂશ્બુ  વહુ ,  તું   મુજમાં  ફેલાઈ  જાય  તો ,

મુકુલ દવે 'ચાતક'

3 August 2016

એ લાગણીના શબ્દ,કાગળ છાબમાં વહેંચતો જાય છે,મુકુલ દવે 'ચાતક'

એ લાગણીના શબ્દ, કાગળ છાબમાં  વહેંચતો જાય  છે,
ને  ચીંખતાં  આ  મૌન  કાગળના, રસ્તે  વેરતો જાય  છે,

કે   જેવું  ઘૂંટી  નામ  રાધાનું  લખ્યું  કોરા  કાગળ  ઉપર ,
કાગળનું તરણું વાંસળી થઇ,શ્યામ તો મલકતો જાય છે,

તેં  મોકલેલા  કાગળનાં પુષ્પો, અમસ્તાં  મહેંકતાં  નથી,
છાંટી  અત્તરથી  મોકલેલ, ફૂલદાનીમાં  રોપતો જાય  છે,

ને હાથમાં આવેલ શતરંજ ચાલ પછી પણ ફર્યો એ છતાં,
નાદાન  અંજળને   લઈ  કાગળ  સુધી  ડૂબતો  જાય   છે,

એ  ભાગ્યરેખા  ચિતરે  શી  રીતથી  કોઈ  કાગળ   ઉપર ,
રેખા ચિતરી હોય હાથમાં તો પણ ,ખુદા ભૂંસતો જાય  છે,

મુકુલ દવે 'ચાતક'