26 October 2016

કૈ યુગો થી સાચવેલું ઝેર ભીતરમાં હળાહળ છે ,મુકુલ દવે 'ચાતક'

કૈ   યુગો થી   સાચવેલું   ઝેર  ભીતરમાં  હળાહળ  છે ,
આ દરિયો તેથી જ કૈ યુગો સતત ભીતર ખળભળ છે ,

કોઈ ની  ઓળખ થઇ પણ ના  શકી એ વ્યાપક તો છે
મૂળ  છે  ઊંડા  સ્વયઁ  શ્રીફળ  ના  જળમાં અટકળ  છે ,

કોણ   જાણે   ક્યા   વળાંકે    પંથ    ફંટાઈ   પડઘાયા ,
ને  સફરની  ભ્રમણામાં  આયખું  આખ્ખું  મૃગજળ છે ,

ને   સૂરજ   ડૂબ્યા   પછી   આગિયાને   પૂજતા   રહ્યાં ,
શ્રદ્ધા  ને  આંખમાં  આંજીતી   તેથી   એ  ઝળહળ   છે,

તીવ્રતા મારી તરસની જોઈ વરસ તું માવઠાની જેમ ,
એક  બિંદુ  એનું  'ચાતક'  ને  તરસ  ટાણે  અંજળ  છે ,

મુકુલ દવે 'ચાતક'
,


20 October 2016

બંદગીમાં હાથ ને ફેલાવું તો પરવરદિગાર આવે ,મુકુલ દવે 'ચાતક '

બંદગીમાં  હાથ  ને  ફેલાવું  તો  પરવરદિગાર આવે ,
થાય  ઈબાદત કબૂલ,તારી કસમ સામે જ દ્વાર આવે ,

દ્વાર  ઉઘાડીશ   તો   તારો  ભરમ  સ્હેજે  નહીં  રહેશે ,
એક ડગલું જો ભરીશ,છળની પહેલાં એતબાર આવે ,

તું  ભટકતો  ને રઝળતો શોધતો કેવળ જ ઝાંઝવાને ,
ખુદથી  જઇ  દૂર,પાછો તો વળે ખુદનો જ સાર આવે ,

ભૂલભુલૈયા  'હું'  ની  આ ગૂંચમાંથી તું ક્યાં જઈશ કહે ,
તું  અલખ  ધૂણી  જગાવે તો જ ભીતર કિરતારઆવે ,

શ્રદ્ધાની  એક  રેખા  ઓળંગી   ને  જે   ઘડી  ત્યજી  તેં ,
મૃગમદ વેશે જ લાલચના આશયથી ગુનેગાર આવે

મુકુલ દવે 'ચાતક '

14 October 2016

છે મ્હેંક હ્ર્દયની ગુલાબોમાં લઈ આવો તમે ,મુકુલ દવે 'ચાતક'


છે   મ્હેંક   હ્ર્દયની  ગુલાબોમાં   લઈ   આવો  તમે ,
છૂપાઈ    છે    કૂંપળ    પ્રણયની   એ   વાવો   તમે ,

લૈ નીકળો છો ફૂલછાબ,બસ વાત રૂપની થઈ  હશે ,
ઈચ્છા  ઊગે  અદ્રશ્ય જ  એના ભેદ સમજાવો  તમે ,

દીવો  લઈ  ક્યાં  જાવ  છો  ભીતર  અતૂટ  મ્હેંક  છે ,
બક્ષિસ   રૂપે   ખુશ્બુની   મિરાત   મોકલાવો    તમે ,

ઉઘડી  રહ્યું  છે  સ્મરણે,  આંખે   એવી  ભીનાશ   છે ,
ગૂંથ્યા   કરું   છું    ભ્રમણાની  જાળ   છોડાવો   તમે ,

ને    ઊગતા    સૂર્યે  જ    સૌ    પંખી   ચહેકી  ઉઠ્યાં ,
જીવંત  બન્યાં  પુષ્પો મિલનનો  હાથ ફેલાવો  તમે ,

મુકુલ દવે 'ચાતક'

7 October 2016

શ્વાસની કૈ ગૂંચ ઉકેલતાં ,લિપિ કળાશે તો જઈશ ક્યાં ,મુકુલ દવે 'ચાતક'


શ્વાસની    કૈ ગૂંચ    ઉકેલતાં ,   લિપિ    કળાશે   તો  જઈશ  ક્યાં ,
શ્વાસની વધઘટ જ વંચાઈ જતાં ,ઈશ્વર અકળાશે તો જઈશ ક્યાં ,

કૈં  વૃક્ષ  એ   પાનખરનો  મૂળ  પ્રશ્ન  રસ્તે  દરેક  માળા ને કર્યો ,
ઉગશે  કે  છેદશે  એ   ભેદમાં  ડાળી  પીંખાશે   તો   જઈશ  ક્યાં ,

ખૂબસૂરત  ચમકતું   ને   દમકતું    એ   કેદનું   જોવાં  દે પીંજરું ,
દ્વાર  તૂટે  જૂઠ  સચના  ખેલમાં ,  ઊડી  જવાશે  તો  જઈશ  ક્યાં ,

દીપનો  એ  મોજ  ઉત્સવ  ઉજવે એ પર્યાય ધારવાની  વાત છે ,
દીપ કૈ ભીતર તો બળે છે શ્વાસ પિંડનો જો ફૂંકાશે તો જઈશ ક્યાં ,

આભ  સુધી તો નજર  'ચાતક' ગઈ એના સ્મરણની  ભીનાશમાં ,
તું ઉતારી જિંદગી નો ભાર,અવસરના અજવાસે તો જઈશ ક્યાં ,.

મુકુલ દવે 'ચાતક'