પ્યાસના શમણાં લઈને સૂતો તો ને જિંદગીએ અંજળની વારતા માંડી
જોઈ મારી પ્યાસની એ તીવ્રતા ને ખુદ દરિયાએ ખારા જળની વારતા માંડી
ખુદની આ જાતને સુખી કરવા મેં કેટલાયે પથ્થરા ફેંક્યાતા ને
કેટલાં એ વૃક્ષના ફળ છેડાયા ને કૂંપળોએ પણ છળની વારતા માંડી
ને ભટકતાં મોહ મદના એ ટહુકામાં કેટલાંયે ઉન્માદમાં મોરતો પાળ્યાં
કેમ કરી પહોંચીશું માધવનાય દ્વારે , ત્યાં મીરાંએ શામળની વારતા માંડી
જે તરસની તીવ્રતા આંબી જઈને પુષ્પએ જળની રાખી લાજ ને પળમાં
ત્યાં અચાનક એ કળીનું ફૂલ થઈ જવું ને ફૂલોએ ઝાકળની વારતા માંડી
આંખ તો તરસાવતી તારી રહી ને ઉતર્યા ઊંડે તો સાગરના ખારા પાણી
લાગણીઓની નદી રેડી છતાં આંખે દરિયાની હળાહળની વારતા માંડી
મુકુલ દવે 'ચાતક'