31 May 2018

જે તલાશમાં મયકદામાં પણ ગયા એ દિલની વાત સુણાવી શક્યા મુકુલ દવે 'ચાતક ',

જે  તલાશમાં  મયકદામાં એ  ગયા ને દિલની વાત સુણાવી  શક્યા
ઠારવી ક્યાં તારા વગર ઉરની અગન એ જામમાં ગટગટાવી શક્યા
આમ સાકીએ ખુલાસો કર્યો  બે  દિલની આસપાસ આવરણ તો હતું
આ  તૃષાથી  દિલ  બળી  રહ્યું  હતું  બળતી  હવાને  છુપાવી  શક્યા

મુકુલ દવે 'ચાતક '

30 May 2018

સુરાલયેથી ઈશ્વરી વેશમાં ફકીરીના ઉદ્ભવ નીકળે .મુકુલ દવે 'ચાતક'

સુરાલયેથી   ઈશ્વરી   વેશમાં    ફકીરીના  ઉદ્ભવ   નીકળે
ને      મંદિરેથી     શ્રદ્ધા    અંધશ્રદ્ધાના    પગરવ     નીકળે

ખોવાઈ  જાય  ટોળે  શંકાના નામે મીરાં જયારે  ને  જયારે
પૂછો   શ્રદ્ધાને   'ઝેર  પીધા  તેં  એ  પળમાં  માધવ  નીકળે

બસ  ભટકતા  મેં જિંદગીમાં  તીર્થ  ને દેવાલય જોયા ઘણા
ઘરે આવતા 'માં 'ના ચરણે તીર્થો ને દેવાલયના ભવ નીકળે

જો   અમસ્તું   કોઈ  તને   પૂછે   તૃપ્તિ   છે  કે  કાયમ તરસ
દીવાનગીનું  રૂપ  છે  એના  નામે  દરેકના  સંભવ  નીકળે

રઝળીને ભટકીને ગયો તો છું હું મારામાં, તારાથી દૂર થઈ
ઉઘાડીશ  તું  એ  દ્વાર  પ્રતીક્ષાના  એ  ભ્રમો સાવ  નીકળે

મુકુલ દવે 'ચાતક
 

28 May 2018

સખી, તું દ્વાર ખોલે તો રહસ્યના એ પડદા ખોલીશું ,મુકુલ દવે 'ચાતક '

સખી, તું દ્વાર ખોલે તો રહસ્યના એ પડદા ખોલીશું
અંધારે  ઘોર  એને   શોધવા  દીવો  સતત  ફૂંકીશું
સમજી કોઈ શકે ના એવા રહસ્યથી ભર્યા ગ્રન્થોને
શૂન્યતામાં  જઇ  આપણે  હસ્તરેખામાં એ વાવીશું
મુકુલ દવે 'ચાતક '

24 May 2018

મૌન થઇ હ્ર્દયે રહો આ હોઠ ઉપર આવવાથી શું મળશે ?,મુકુલ દવે 'ચાતક '

મૌન   થઇ   હ્ર્દયે   રહો   આ   હોઠ   ઉપર   આવવાથી  શું  મળશે ?
શબ્દો    થઇ    ઊડી    જશો    તો    શબ્દોને   ફૂંકવાથી  શું   મળશે ?

પ્રેમના   તિખારા  બુઝાવવા આગ  તો  એમણે  લગાવી  જીવનમાં
સળગતી  આ  આગને  એ  ભૂલ્યા  નહીં  તો  ઠારવાથી  શું  મળશે ?

હોઠ   હું   બીડીશ   તો   ચોક્કસ   તમે   મારાજ   નયનોમાં   ફૂટશો
દિલની   મોઘમજ    વાતો  છલકવા  દો   સંતાડવાથી   શું  મળશે ?

દિલ્લગીની  વાત  કરતાં મયકદામાં એક ટીપું પાયું  નહીં સાકીએ
જામ  ખાલી  અથડાવતાં  નયનોમાં  નયનો માંડવાથી  શું  મળશે ?

આ  તને  જે   કૈ  કહું   એ   દિલથી   હૃદય   સુધી   જઈને   કહું    છું
આંખથી આંખો વાંચતા શીખો કોઈ  કસમને આપવાથી  શું  મળશે ?
મુકુલ દવે 'ચાતક '

21 May 2018

મુજ માર્ગમાં જો એ મળે તો મારે શતરંજની વાત કરવી છે મુકુલ દવે 'ચાતક' ,

મુજ  માર્ગમાં  જો  એ  મળે  તો  મારે  શતરંજની વાત કરવી  છે
તેં  એક  પેંદુ  ખેલ્યું  એ  રાજરાણીનાં  રંજનીય  વાત  કરવી  છે
બન્ને  કસબમાં  હાર જીતની  વાત  બસ  આ એક ચાલની તો  છે
તું જીતે હું હારું ,તું હારે હું જીતું એ પ્રેમના રંગનીય વાત કરવી છે
મુકુલ દવે 'ચાતક' 

20 May 2018

ચંદ્ર ઝાંખો થયો પડદામાં દર્શનનું તમે નિવારણ આપો ,મુકુલ દવે 'ચાતક '

આજ  ચંદ્ર  ઘેલો  છે  પડદામાં    દર્શનનું    તમે    નિવારણ   આપો
જો   પ્રતીક્ષા   જિંદગીનું   નામ  હોય  તો  તેનું   તમે  કામણ  આપો

એક   ક્ષણની   છે    વિશાત   ઉષ્મા   મળે   યાદની    એ  સંજીવની
હૂંફ   પળપળ   જો   મળે   એવું  સંભારણનું   સતત  તાપણ  આપો

હોઠ    મારા    કોઈ    સીવો   વાત   હું   ભરસભામાં  કહી   ના  બેસું
મર્મની  વાતો   હું   રોકી    શકુ   નહીં  મુજને  ફક્ત  ડહાપણ  આપો

કૈ   મને   એણે   પૂછ્યું   હું   બસ   પ્રલોભનમાં   એને   જોતો   રહ્યો
મુજ  મિલનનો  આગવો  ભીનો જ  આવો  વરસતો  શ્રાવણ  આપો

એકલા  ઉન્માદે  થઇ  ગયો  ઇતિહાસ તો  પણ  થયું   શું  તે  તું  કહે
બસ મને બીજાભવમાં તુજને ઓળખવા મુજ આંખનું તારણ આપો

મુકુલ દવે 'ચાતક '

16 May 2018

સાવ ખાલી હાથ માગી તો જો ,મુકુલ દવે 'ચાતક'

સાવ   ખાલી  હાથ   માગી  તો  જો
તારા   વજૂદને   તરાસી    તો   જો
પારદર્શક ઊભો ઊભો થઈ જવાનો
લોક   દર્પણ  ધરશે  ભાગી  તો  જો 
મુકુલ દવે 'ચાતક'

આ પ્રેમનો તાજમહલ બનાવવાનો પ્રશ્ર્ન ક્યાં છે ,મુકુલ દવે 'ચાતક'

આ પ્રેમનો તાજમહલ બનાવવાનો પ્રશ્ર્ન ક્યાં છે
પ્રણય  કબરની  ભીંત  ચણવાનો  પ્રશ્ર્ન  ક્યાં  છે
છું  જાત  ધૂમાડાની  પ્રેમને  ફૂંકવાની તો રીત  છે
કોઈ  યાદ  કરી ફૂલ પણ ચઢાવે એ પ્રશ્ર્ન ક્યાં છે
મુકુલ દવે 'ચાતક'

13 May 2018

મૂળમાં ઉતર કદાચ તારામાં હું હોઉં હૃદયને સાદ કરી તો જો ,મુકુલ દવે 'ચાતક'

મૂળમાં  ઉતર  કદાચ  તારામાં  હું  હોઉં  હૃદયને  સાદ  કરી  તો  જો
સામે  મારી  ના  જો  કદાચ  ઊંડે  ડોકાઉં પ્રણયને  સાદ કરી તો  જો

આટલા  અંધારમાં  પણ  હું  તને  બસ  સ્હેજમાં આજે  જડી જવું  તો
બસ તું દીવાને પ્રગટાવતાનીજ સાથે આ સમયને સાદ કરી તો  જો

કાળજાને  પણ  વળે  ટાઢકજ  બસ  એવીજ  મૌસમ તું  બની  જા ને
આપણે ભીનાશથી ઓગાળીએ પ્હેલાં તું  વિલયને સાદ કરી તો  જો

છે  તું  મારામાંય  એટલે  ભાગ્યરેખા કેમ કરીને  પણ ભૂંસાતી  નથી
હસ્તરેખાને  હું  જોઉં   એ  પ્હેલાં  ભાગ્ય  ઉદયને  સાદ  કરી  તો  જો

કોણ   જાણે   સાંજ   પડતાં   મેહૂલો   મારો   ભર્યો ભર્યો થઇ જાય છે
કોણ  છે  મારા  અંદર  એ  જોઉં  એ  પ્હેલાંજ મયને સાદ કરી તો જો
મુકુલ દવે 'ચાતક'

6 May 2018

માટીના ઘડાને ભીતરથી ખાલીખમ રહેવા દે ,મુકુલ દવે 'ચાતક'

માટીના ઘડાને ભીતરથી ખાલીખમ રહેવા દે
શૂન્ય  થઈ  જા અંતરથી  ખાલીખમ રહેવા દે
ભારે  થઈશ તો પુણ્યના સ્કંધો થશે વિંકલાંગ
સંચાર  છીછરા અંદરથી  ખાલીખમ રહેવા દે
મુકુલ દવે 'ચાતક'સૂકી અમે આ આંખથી તુજની છબી જોઈ કદી શક્યાં નહીં મુકુલ દવે 'ચાતક',

સૂકી અમે  આ આંખથી તુજની છબી જોઈ કદી શક્યાં નહીં
ભીની અમે આ આંખથી તુજની છબી કોરી કરી શક્યાં નહીં
ને   જિંદગીના   દ્રશ્યો  તો  ધૂંધળા  એવાય  દેખાતા   રહ્યાં
જેને  અમે  પણ  દિલથીએ આમ વાગોળી રડી શક્યાં નહીં
મુકુલ દવે 'ચાતક'

1 May 2018

ઇચ્છાનો માનવી ખાલીપણામાં ફૂલતો જાય છે ,મુકુલ દવે 'ચાતક'

ઇચ્છાનો    માનવી    ખાલીપણામાં    ફૂ લતો    જાય    છે
ફુગ્ગામાં   એ   અધીરો  થઇ  વ્યથાઓ   ઠાંસતો   જાય  છે
ખુદથી પણ એ અલગ થઈ આમ બસ કોની પ્રતીક્ષામાં છે
ઢળતા  સૂરજના  દિલાસાઓ  લઇ  ઢોલ  પીટતો જાય છે
મુકુલ દવે 'ચાતક'

એક મારી વાર્તા છળ છે ને તેની કળ નથી વળતી ,મુકુલ દવે 'ચાતક'

એક  મારી  વાર્તા  છળ  છે  ને  તેની  કળ  નથી  વળતી
વીંટળાયેલી છે  ગળે નાગણ કદી એક પળ નથી દસતી
વિંટબણા  એ  છે  નથી  ઝેર  આ  ઉતરતું  કે નથી ચડતું
વૈદ્યને કેવી રીતથી કહેવું કોઈ દવાની વળ નથી જડતી
મુકુલ દવે 'ચાતક'