27 August 2018

આંખમાં સ્વપ્ન સમજીને કેદ મુજને કરી જો ,મુકુલ દવે 'ચાતક'

આંખમાં    સ્વપ્ન   સમજીને   કેદ   મુજને   કરી   જો
જિંદગી  સમજો  પહેલા  અંકબંધ  છબીમાં  ભરી  જો
આભાસની  પારદર્શકતાનું  એ  વજૂદ  સમજી લે  તું
આંખ ખુલે પહેલા તું મુજ ભીતર શૂન્યતામાં તરી જો
મુકુલ દવે 'ચાતક'

હસ્તરેખાના છૂંદણામાં શોધું વાલમાં,મુકુલ દવે 'ચાતક'

હસ્તરેખાના    છૂંદણામાં     શોધું    વાલમાં
ઓળખું  એને  નયન  એવાં  ખોળું  વાલમાં
મૌનના આ રહસ્યમાં સૌ આશ ઉગાડી બેઠો
તું   વિસ્તરે  સ્પર્શમાં   કયાં  શોધું   વાલમા ?
મુકુલ દવે 'ચાતક'

13 August 2018

શું હતું કારણ એનામાં કે પ્યાલો જામનો છટકી ગયો, મુકુલ દવે 'ચાતક',

શું    હતું   કારણ   એનામાં   કે   પ્યા લો    જામનો    છટકી    ગયો
બસ   ખુદાની   મહેર  થઈ,  પ્યાસ  પીતો  પીતો   હું  અટકી   ગયો

જિંદગીની    ઠોકરો    પર    ઠોકરો   ખાતા   પથ્થર   હાથે    લાગ્યો
પથ્થરમાં   એવું   શું   હતું   કે   એની  ઈબાદતમાં  હું   ભટકી  ગયો

દુનિયાના   લોક   પણ  જુઓ  ખભા  પર  હાથ  પણ  ના  મૂકવા  દે
આજ  જુઓ  તો  ખભાનો  બસ  સહારો  લઈ  હું  પણ  લથડી  ગયો

મારા અસ્તિત્વની  આસ્થા પર લોકોએ શંકાપણ અચાનક કરી હતી
હું   ઝરણાં,  સાગર , નદીના  વ્યવહારની  રીત   પણ  શીખી   ગયો

છેવટે    તો    દુનિયાનો    સૌંદર્ય    બાજુ    લગાવ    બસ     જોઈને
હું   સ્વજનની   લાશ   પર   ગુલાબ   મૂકી   સુંદરતામાં  ડૂબી  ગયો

મુકુલ દવે 'ચાતક'

8 August 2018

કાગળના ફૂલની ખૂશ્બુ બાકી છે આ જગતમાં,મુકુલ દવે 'ચાતક'

કાગળના  ફૂલની  ખૂશ્બુ  બાકી  છે  આ   જગતમાં
ક્યાં તેં હિફાજત કરી છે ખીલેલા  ફૂલની ચમનમાં
કોઈને   પણ   ક્યાં  ફાવ્યું  કાયમ  અહીં  વસવાનું
માવજત કરે કૌન ઉચ્છવાસની,જાય એ ગગનમાં
મુકુલ દવે 'ચાતક'

એ તૃપ્ત છે એટલે ભીતર ઈશ્વર હશે,મુકુલ દવે 'ચાતક'

એ    તૃપ્ત    છે    એટલે    ભીતર    ઈશ્વર   હશે
ઊંડાણે    બસ    એટલે    કરુણાનું     દ્વાર    હશે
ને   સદાય  ઉઘાડા  રખાય  છે  ઘરના   બારણાં
આવે એ છલકાઈ જાય છે,કેવો કીમિયાગર હશે
મુકુલ દવે 'ચાતક'