28 November 2018

ઘાને આ રીતે તું ખોતરયા ના કર ,મુકુલ દવે 'ચાતક'

ઘાને  આ  રીતે  તું  ખોતરયા  ના  કર
જેને  આપ્યા  એને  છંછેડ્યા  ના   કર
જિંદગીમાં  જે  થવું'તું  તે થયું એ કાજે
જખ્મોને દીવાનગીમાં દૂઝયા ના  કર
મુકુલ દવે 'ચાતક' 

26 November 2018

બારણું ખખડાવું ને દઈ સાદ લલચાવું તો યે તું નથી,મુકુલ દવે 'ચાતક'

બારણું  ખખડાવું  ને  દઈ  સાદ   લલચાવું  તો યે તું  નથી
પળ સરતાં મનને અકળનો અર્થ સમજાવું  તો યે તું  નથી
ધુંધળા તારા સ્વરૂપે છું લીન તો પણ તારા લગ ના પ્હોચું
રાખમાં  ભળી  પંચતત્વોને  વેશ પલટાવું  તો યે તું  નથી
મુકુલ દવે 'ચાતક'

18 November 2018

જે સ્વયઁ સુંગંધ હતા ફૂલોજ,એ સધ્ધર હવે નથી ,મુકુલ દવે 'ચાતક'

જે  સ્વયઁ  સુંગંધ  હતા  ફૂલોજ, એ  સધ્ધર  હવે   નથી
બે   ફૂલો   મૂર્તિ   પર  ચડાવો,  એ  ઈશ્વર   હવે   નથી
બસ  નથી  સમજાતું  ખુદા  તારે  પરદાની જરૂર શું છે ?
આ દસ્તૂર છે બસ સમયનો કોઈ કીમિયાગર હવે નથી
મુકુલ દવે 'ચાતક'

માણસની તું વાત ના કર,એ સમયની વાત છે ,મુકુલ દવે 'ચાતક '

માણસની તું વાત ના કર,એ સમયની વાત છે
કૈ કંટક વિનાના ગુલાબે પણ દઝાડયો છે મને
માણસ  સામે  લડું  કેવી રીતથી મિત્ર બોલ તું
મુજને  ભીતરના  બુદ્ધે  તો  જગાડ્યો   છે  મને
મુકુલ દવે 'ચાતક '

13 November 2018

ખુદબખુદ એ વરસ્યાં છે પ્રીતમાં,મેં કૈ મનાવ્યા તો નથી ?,મુકુલ દવે 'ચાતક'

ખુદબખુદ એ વરસ્યાં છે પ્રીતમાં, મેં કૈ  મનાવ્યા તો  નથી ?
વાદળો  છાઈ ના  શકે વૈશાખમાં, મેં  કૈ  પલાવ્યા તો  નથી  ?

અંધ સમજી હાથ મારો એમને પણ  પકડ્યો  હોવો  જોઈએ !
હાથ  પર ખારાશ કેમ  છે?  એમને આંસું વહાવ્યા  તો નથી ?

ખુશ્બૂ   ફૂલોની   જરામાં   તો  પ્હોંચી  બંધ  દરવાજા  ઉપર
જઈ જરા જોવું દ્વાર પર હું ,શું અચાનક એ પધાર્યા તો નથી ?

નાવ  જે  મઝધાર  પર  છોડી  મને ચાલી  ગઇતી ને  પછી
એ કિનારે તો તમે પાલવ આપી સાગરે ડુબાવ્યા  તો નથી ?

બેઉ  બાજુ  આપણે   તો   સામસામે   આમ  ઊભા  તો રહ્યાં
ખુદબખુદ માની ગયાં બેઉ આપણે કોઈએ પુકાર્યા તો નથી ?

મુકુલ દવે 'ચાતક'

11 November 2018

તું રહે દૂર દૂર ,રહીને તુંજ મારી આસપાસમાં ,મુકુલ દવે 'ચાતક '

તું    રહે    દૂર    દૂર ,   રહીને  તું  જ   મારી   આસપાસમાં
દર્શનની   છે   લાલસા   મુજને,  રહે   છે   તું    લિબાસમાં
મુજને કેમ નથી સ્પર્શતાં તારા પ્રકાશપુંજના પ્રકાશ બોલ
ભટકું  છું  હું  તિમિર  મહીં, ને  તું  રહે  છે તારા ઉજાસમાં
મુકુલ દવે 'ચાતક '



9 November 2018

ખુદ મુજથી ' હું ' ના મર્મ આજ અળગા થઈ ગયા .મુકુલ દવે 'ચાતક'

ખુદ મુજથી ' હું ' ના મર્મ આજ અળગા થઈ ગયા
'હું  ને  'તું '  ના  રસ્તા  ફંટાઈ  મોકળા  થઈ  ગયા
જે  દુનિયાના  મેં  નકાબ  ખેંચી  લીધા ખોટું  થયું
જ્યાં મૃગજળ આંસુ દુનિયાના ઉઘાડા  થઈ ગયા

મુકુલ દવે 'ચાતક'


જે અમે કલ્પી હતી એ દુનિયા હજુ લગી ન મળી ,મુકુલ દવે 'ચાતક'

જે   અમે  કલ્પી   હતી  એ  દુનિયા  હજુ  લગી   ન   મળી
જે દુનિયા મુજની હતી એ ઘરની આજ લગ ગલી ન મળી
વાંક  મારો  તો  હતો   જે   રસ્તે  ગયા  ત્યાં  અંધારું   હતું
શોધું   છું   હું   એને   ઇબાદતની   એ   રોશની   ન  મળી

મુકુલ દવે 'ચાતક'