31 July 2019

પ્રેમ હો કે બંદગી આ બંધ આંખે હું નિહાળી શકું,મુકુલ દવે 'ચાતક'

પ્રેમ  હો  કે  બંદગી  આ  બંધ  આંખે   હું   નિહાળી   શકું
આંખ  ખોલું  ત્યાંજ  નિરંતર ચાહમાં  તું વાત ટાળી શકું

છે  ઈશારો  સ્હેજ  કરવો  ખૂબ  ભારી પણ ખુલાસા અર્થે
કૈં  અધૂરપને  કહેવા તારીજ પાંપણ નીચી તું ઢાળી શકું

શોધતાં  ના પણ જડે તોયે થાય ગાયબ દર્દ ચાહે તું જો
પ્રેમની   ધારાને   મારી   કોર   કંડારી   તું   વાળી    શકું

એક  સીધો  પ્રશ્ન  છે  મુજ  બંદગીમાં  આ જગતમાં તને
ચાહમાંએ  તું  ઉજાળી  પણ  શકે, નહિતો  તું  બાળી શકું

દર્દ  એવા  પણ  છે  હરપળ  ભૂલવા હોય ભૂલાતાં નથી
ઋણ ચૂકવવા સામે કિનારે સ્મરણે જિંદગી તું ગાળી શકું
મુકુલ દવે 'ચાતક'

27 July 2019

પ્રેમ તું પ્રગટાવ ને અમે તો થઈ જાશું ફના,મુકુલ દવે 'ચાતક'

પ્રેમ  તું  પ્રગટાવ  ને  અમે  તો  થઈ જાશું ફના
આમ તણખાંઓ કરી તું ક્યાં થઈ જાય લાપતાં

જે  શરારત  તું  કરે  એમાં  કરામત  છે  અલગ
જો  હટી  જાયે  ઘૂંઘટ  કેવી છે નજાકતની દશા

કંટકોની   પણ   ઈબાદતમાં  ગુલાબો   ખીલ્યાં
ગાલનાં  ખંજન  મહીં  છે  ઈશ્વરની  કેવી  અદા

એક   દરિયો   ઘૂઘવે  છે  આજ  તારી  આંખમાં
પ્રણય  પંખીના  શહાદતમાં ડૂબવાની  છે મજા

કેમ   છું  કેવો  છું  હવે  કોઈ  મને  'ના'  પૂછશો
કૈ  અહમ  બાળીને  પણ  હું  પ્રેમમાં રહયો સદા

મુકુલ દવે 'ચાતક'23 July 2019

મોહના વળગણ ને અંતે મુકવાની વાર્તા છે,મુકુલ દવે 'ચાતક '

મોહના   વળગણને   અંતે  મુકવાની વાર્તા  છે
નશ્વરમાં    ખૂબ    ઊંડે    ખૂંપવાની   વાર્તા   છે

મોહમાં   બસ   નશ્વર  આ   લાશને  તો  સંગ્રહી
આખરે   તો   સડી   જતાં   ફૂંકવાની   વાર્તા  છે

તણખલાં   ભેગાં  કરી  માળો  પંખી  કરશે  ક્યાં
ને  પંખી  ઉડાડી  કૂંપળને  રોપવાની  વાર્તા  છે

સાવ  સપના  ગૂંથવાની  પણ  કહી  છે  ના ક્યાં
પણ  હકીકત  એ  જ  છે  કે  જાગવાની વાર્તા છે

'માં' ના પાલવ આસપાસમાં રહી જીવન જીવ્યા
આંસુઓને   કાજ  પાલવ  શોધવાની  વાર્તા  છે

કેમ   સુલઝે   રાતભર   આ  ચાંદનીના  રહસ્યો
જુલ્ફોને   તારા  ચહેરાથી  સરકવાની  વાર્તા  છે

મયકદાની  પણ  સુરા  અંતે રાંક જેવી થઇ ગઈ
નજરોને  જ્યાં  છલોછલ  છલકવાની  વાર્તા  છે

મુકુલ દવે 'ચાતક '


16 July 2019

દ્વાર ઘરના તો મેં ખુલ્લા કર્યા,મુકુલ દવે 'ચાતક'

દ્વાર  ઘરના  તો  મેં  ખુલ્લા  કર્યા
કેમ   પડછાયા  જ   પાછાં   ફર્યા

મેં   અંધારામાં   તો   દીવા  કર્યા
સાચું  કહું  પડછાયા  મોટા  કર્યા

એ  સત્યના  બસ  અભાસી   રંગે
આંગણે   આવીને   ચાળા    કર્યા

આમ  ઝળહળીને   તમે   શું  કરો
કાળનાં   મોજાં   એ   પાળા  કર્યા

મ્હોંબ્બતમાં હદ સુધી ના જવાયું
આપણે  મનમાં  જ  જીવ્યા  કર્યા

મુકુલ દવે 'ચાતક'

10 July 2019

દુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દે ,મુકુલ દવે 'ચાતક'

દુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દે
ને  શંકરના  કંઠમાં  રોકેલા જ ઝેરના રહસ્યની કળ લેવા દે
બસ  અમૃતનો અર્થ પૂછવા અમે સમુદ્રના વમળ સુધી ગ્યા
પણ પચાવવા  ઝેર અમને કંકુ  ચોખાએ  શામળ   લેવા  દે
મુકુલ દવે 'ચાતક'

3 July 2019

આ પ્રલંબ જીવન સફરમાં હમસફર થઈને મળજે,મુકુલ દવે 'ચાતક '

આ  પ્રલંબ  જીવન  સફરમાં  હમસફર  થઈને  મળજે
મુજ   સજદાએ   દુઆમાં  પયગંબર   થઈને    મળજે

જ્યારથી  તારી  મહેફિલથી   હું   ઊભો  થઇ  ગયો  છું
પ્રેમની   છે    ઉત્કટ   ઝંખના   સબર   થઈને   મળજે

બંધ   આંખે   ઊતરી  મનમાં   ઊંડે  રૂપ  નીરખું  તારું
જન્ન્ત   હો   કે   ના   હો   અંતે   ઈશ્વર   થઈને  મળજે

હાથ   પડ્યા  હેઠા  તો  શું  થઈ  ગયું   ઊંડાણ  જાણજે
દુનિયાને     હાથ     જોડી    સિંકદર    થઈને    મળજે

હું તરસ લઈને ફર્યો મુજ પ્યાસ બાંધો નહીં કૂવા સુધી
વરસશે   વાદળ   તને   જોઈ   સાગર  થઈને  મળજે
મુકુલ દવે 'ચાતક '