16 January 2020

રમતમાં તું અશ્રુ સાથે જરા મસ્તી કરી લે ,મુકુલ દવે 'ચાતક'

રમતમાં   તું   અશ્રુ   સાથે   જરા   મસ્તી  કરી  લે
પછી   તું   આંસુ   લૂછી  ઓઢણી  સરખી  કરી  લે

તડકો  પણ  ભરબપોરે  આજ બસ જીદે ચઢ્યો છે
તારું  ઘર  શોધતા પણ ઝાંઝવા ગુસ્તાખી કરી લે

તું   મહેક   છે   તને   તો   કોણ  રોકી  પણ શકે છે
ભ્રમરા  નાચવા  મંડી  પડ્યા  મઘમઘતી  કરી લે

ચ્હેરો  ક્યાંથી  ઉછીનો  લાવવો  જખ્મો  સંતાડવા
મળી  ભેગા  દુવા  માંગીએ  ભેગી સામગ્રી કરી લે

મને બસ હાર કે જીતની ગતાગમ કોઈ પણ નથી
તને  પ્રેમ  છે  તો  રમવાનું  પ્રથમ  નક્કી  કરી લે
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a Comment