21 January 2020

તમારી આંખનો પ્યાલો હું પીતા પી ગયો છું ,મુકુલ દવે 'ચાતક '

તમારી   આંખનો   પ્યાલો   હું   પીતા   પી  ગયો  છું
તમારા    કેફની    ઉષ્મા    વિના    થીજી    ગયો   છું

છલકવું   હોયતો   ભીંજાઈને   તમે   આવીને  વરસો
હું    પાંપણની    બધી    ભીનાશને   ભૂલી   ગયો   છું

હવાના  સૂસવાટે  જ્યાં  તમારી  લટ  ગાલે  અડે   છે
ત્યારથી  જીદે  ચઢેલી ઈચ્છા પંપાળી બહેકી ગયો છું

શ્વાસની     ઉષ્માનો     કેફ      શરીરે      ચાખ્યો     છે
ત્યારથી   શ્વાસની   વેઠી   અડચણો   તૂટી   ગયો   છું

કહું    છું    વાત   આખી   સાંભળો    મારી    ધ્યાનથી
હું દિનરાત છેતરી મુજને એક જિન્દગી જીવી ગયો છું

મુકુલ દવે 'ચાતક '


No comments:

Post a comment