24 January 2020

હૃદયના મંદિરના બારણાં જરાક ખોલી નાખ ,મુકુલ દવે 'ચાતક

હૃદયના  મંદિરના  બારણાં  જરાક  ખોલી  નાખ
પ્રથમ  દીવો  પ્રગટાવી  મારું  નામ  બોલી નાખ

કરી  લે  હૈયામાં  ડોકિયું  તુજને  દેખાશે  વરસાદ
અશ્રુ   શું   શું   લખે   પ્હેલાં   જખ્મો  ઘોળી  નાખ

ખભા    પર   મૂક્યો   છે    હાથ   મેં    એ    કારણે
સફરનો  થાક  લાગે  નહિ  અબોલા  તોડી  નાખ

તને જોઈ મૌનની વાચાએ રસમ બદલી પણ છે
શબ્દો   હોઠે   લથડે   પ્હેલાં   શબ્દો  જોખી  નાખ

કંડાર્યો   મેં   હતો   ખુદ   માર્ગ   તો  તારા  ઘરથી
ફૂટ્યાં   માર્ગ   ઘણાં   મળુ  તો  ક્યાંક  રોકી  નાખ
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a comment