30 March 2020

નાળિયેર,ફૂલ,ચાંદલાના ડંખ જીરવ્યા પ્રભુ પમાય છે,મુકુલ દવે 'ચાતક '

                                  કોરોના -20
નાળિયેર, ફૂલ, ચાંદલાના  ડંખ  જીરવ્યા  પ્રભુ  પમાય છે
વીંધવા તારું લક્ષ્ય આ રીતે થોડું વેકેશન તારે લેવાય છે

કુટુંબના    સંદર્ભમાં    ખોલ્યા     છે    પાનાં    સૌજન્યના
છે   મહોબ્બતની   મઝા   એતો   હવે   સમજી  શકાય  છે

ભેદ   પામી   તો   શક્યા   અંધાર   ને  અજવાસનો   પ્રભુ
આંખના    અંધારમાં   અજવાસની   કિંમત   મપાય    છે

કોઈ  દી'  તારી  ગૂંગળામણની એ  વાચા  સમજ્યાં  નહીં
પ્રગટી  વાચા  ને  દ્વાર  વાસી   બેઠા  ધાર્યું  તારું  થાય  છે

અસ્થાને     શોધવા     નીકળ્યો     હતો    આજે    શહેરમાં
વ્યાપ્યું  છે  મોજું  તનાવનું  ખુદા,શ્રદ્ધામાં થાકી જવાય છે

જાણું    છું   કે   મંદિરમાં    પ્રભુ    તેં  વધારી  છે   શૂન્યતા
દ્વાર   ખખડાવા   નથી   પ્રભુ   આંખમાં   અશ્રુ   ભરાય   છે

કોઈ    સંબંધ    ક્યાં    ખપ    લાગવાનો   છે   અહીં    પ્રભુ ?
શૂન્યતાનો  ભાર  બસ  ઉઠાવ  પ્રભુ   તું   ક્યાં   સંતાય   છે
મુકુલ દવે 'ચાતક '

27 March 2020

છે તરસ કોઈ તલબે તેં તપાવ્યો હતો,મુકુલ દવે 'ચાતક'

છે   તરસ   કોઈ   તલબે   તેં  તપાવ્યો  હતો
ને   પછી   મારી   તરસે   તેં   નમાવ્યો  હતો

આમ  ઘાટ  ઘાટના મેં પાણી તો પીધા  હતા
છેલ્લે   ઘાટે   ચાકડે    પણ   ચડાવ્યો    હતો

એવું નથી દીવાને પવન બુઝાવતો પણ હશે
એક   તારી   આસ્થાએ   તેં   બચાવ્યો   હતો

આમ ફૂલ  ચૂટતાં કાંટા વાગી જતા  હોય  છે
એક  કાંટો  વાગેલો  ક્યાં  હજી કઢાવ્યો  હતો

આવ્યા  હતા  એક  દિન  આંસૂ  તમે  લૂછવા
આજ   હસતા   હસતા   કોણે   રડાવ્યો  હતો

ક્યાં હવે રહી છે પહેલા જેવી હૂંફાળી લાગણી
લાગણી    નામે    હૂંડીમાં     વટાવ્યો    હતો
તલબ =અરજ //વિનંતી
મુકુલ દવે 'ચાતક'

23 March 2020

સાચવી છે પ્યાસને એથી નામ ઝાકળ પર મેં તારું લખ્યું છે ,મુકુલ દવે 'ચાતક '

સાચવી છે પ્યાસને એથી નામ ઝાકળ પર મેં તારું લખ્યું છે
કેવું  દઝાડે  આજ  પરપોટા  જયારે  મેં  નામ  તારું ઘૂટયું છે

ભૂલવાની   કોશિશમાં   તારા   ગમતાં   ફૂલ    મેં   ચૂંટ્યાતાં
એકેક   તારા   પુષ્પોની   કૂંપળો   પર   નામ  તારું જડ્યું  છે 

અંધકાર   ખુદનો   હતો   દીવો  ઉંબરે  તેં  પ્રગટાયો  હતોને
ચાંદને  પણ  તું  હંફાવતી  ને  પૂછે  શું  ચાંદનીમાં  મળ્યું  છે

આંખ   સાથે   મૌનની   તારી  રમત  કોઈ  અજાણી  નહોતી
આંખની  નિસ્બત  વિના  હૂબહૂ તું જો મળે એવું તે શું થયું છે

કેદમાંથી   આજ   આવો  કાલનો  તો  બસ  ભરોસો  ક્યાં  છે
મન ચંચળ  છે  ચંદ્રને ઢળવાનું એટલું મોડું પણ ક્યાં થયું છે
મુકુલ દવે 'ચાતક '

19 March 2020

તેં હાક મારીતી ને પડઘાતી પછી એ જિંદગી ગુજરી હતી, મુકુલ દવે 'ચાતક'

તેં   હાક   મારીતી   ને   પડઘાતી   પછી  એ  જિંદગી  ગુજરી  હતી
તું  હજું  ગુંજે  છે  એકેક  ક્ષણ દિલમાં પછી એ લાગણી અઘરી હતી

મારો  કદી  થોડો  ઘણો  પણ  વાંક  તો  મારીજ  સમજણનોય હતો
ઘણી તો સમજ આસાન પણ હતી ને છતાં તોયે તે અધકચરી હતી

જુઓ  આમતો  કંઈ પણ નહોતું પત્રમાં તોયે બે વખત વાંચ્યો હતો
ને  તે  છતાં  અર્થની સમજણ ક્યાં હતી એથી વાત પણ વકરી હતી

એ   રાત   પૂનમની   હતી   ને   ચાંદ  પણ  મારાજ  ખોળામાં  હતો
ખૂબી   એ   હતી   કે   ચાહની   સૌથી  જમાવટમાં ફક્ત નગરી હતી

જો   ધાર્યું   હોત   તો   જાતની   આ   કેદને   તું ધરાશય કરી શકત
ને   જીદ   ઉપર   ઉતરી   અફવાઓ  વચ્ચે  તે  જાતને નોતરી હતી
મુકુલ દવે 'ચાતક'

16 March 2020

એક એવો કીમિયાગર કોઈ પથ્થર મળે ,મુકુલ દવે 'ચાતક'

એક    એવો   કીમિયાગર   કોઈ   પથ્થર   મળે
બોલે  એ  ને  એનાજ  સરનામે  કોઈ ઈશ્વર મળે

ચાલ    દીવો    પ્રગટાવીએ   રોશની   કાજે   ને
બસ સતત અજવાળવાનો  ખુદને અવસર મળે

આમ  હું  બસ  આયનો  એવો  દરેક   સામે  ધરું
જ્યાં ચહેરો  ઉછીનો  ના  હોય  કોઈ મનહર મળે

ઝેરનો    પ્રશ્ન    ક્યાં    છે    એ   શંકર   પી  ગયા
ઝેરનો પ્યાલો કોઈ ધરે નહીં એવો બંસીધર મળે

ઝૂંપડીમાં    આમ    રહી    તું   પણ   શકે  ઠાઠથી
જ્યાં  દીવાલમાં પ્રેમના ચણતરનું કોઈ ઘર મળે
મુકુલ દવે 'ચાતક'

બોલકણી આંખોની નજર આજે મળી છે સમજોને ,મુકુલ દવે 'ચાતક'

બોલકણી આંખોની નજર આજે મળી  છે સમજોને
આંખમાં  પણ લાગણી બસ ઝળહળી  છે સમજોને

કેટલાં  વરસો  પછી  આજે  આપણે  તો  મળ્યાં  છે
મૌનની   વાચા   તૂટી   પાછી   વળી  છે   સમજોને

દિલના  જખ્મો આમ સાચું  કહું ક્યાં સાધારણ હતા
આંખમાં  દિલના  લખાણથી  કળવળી છે સમજોને

જિંદગી   મારી   આમ   કોઈને   ગઈ  હતી  લેવાને
મૃત્યુ   ને   જન્મ  વચ્ચે  પાછી  વળી   છે  સમજોને

તું   ભલે  દિલમાં  રહે  કે  આંખમાં  કે  આસપાસમાં
માર્ગની   એ   આશમાં   તને  સાંભળી  છે  સમજોને

સાચું   કહું   બસ   તું   ગહનતા  માપવાનું  છોડી  દે
સ્પર્શની   ભીતર  સુંવાળપ  સળવળી  છે  સમજોને
મુકુલ દવે 'ચાતક'

1 March 2020

એવું નથી તારા બારણાં ખખડાવતો નથી ,મુકુલ દવે 'ચાતક'

એવું   નથી   તારા  બારણાં  ખખડાવતો   નથી
હું   કેમ  મારી  યાદોને  ખુદ  સમજાવતો  નથી

પીતા   અમે   પી   ગયા  તમારી  ચાહને  પછી
મળ્યું   તરસમાં  એ  પ્યાસને  લંબાવતો  નથી

દિલમાં    ક્યાંથી   એમને    હું   સાચવીને   રહું
એથી   અતીતના   પ્રકરણ   ઉથલાવતો   નથી

યાદો    પ્રણયની   દાદ   છે   બીજું   કંઈ   નથી
વિશ્વાસ નથી યાદોનો એથી  બહેલાવતો  નથી

દિલ  સળગતું  હું  રાખું  એ  પણ  રોશની  કાજે
દીવો પૂછે બળવાનો અર્થ એથી પેટાવતો નથી

રૂબરૂ  નહીં  સ્વપ્નામાં  કમ  સે  કમ  આવી જતે
કાલે   મળીશું   એમ   એને   સંભળાવતો   નથી

મારે  ને  ખુદા   વચ્ચેજ   રકઝક  રોજ  થાય  છે
એ  બોલતો  નથી  ને  હું  એને બોલાવતો  નથી
મુકુલ દવે 'ચાતક'