1 March 2020

એવું નથી તારા બારણાં ખખડાવતો નથી ,મુકુલ દવે 'ચાતક'

એવું   નથી   તારા  બારણાં  ખખડાવતો   નથી
હું   કેમ  મારી  યાદોને  ખુદ  સમજાવતો  નથી

પીતા   અમે   પી   ગયા  તમારી  ચાહને  પછી
મળ્યું   તરસમાં  એ  પ્યાસને  લંબાવતો  નથી

દિલમાં    ક્યાંથી   એમને    હું   સાચવીને   રહું
એથી   અતીતના   પ્રકરણ   ઉથલાવતો   નથી

યાદો    પ્રણયની   દાદ   છે   બીજું   કંઈ   નથી
વિશ્વાસ નથી યાદોનો એથી  બહેલાવતો  નથી

દિલ  સળગતું  હું  રાખું  એ  પણ  રોશની  કાજે
દીવો પૂછે બળવાનો અર્થ એથી પેટાવતો નથી

રૂબરૂ  નહીં  સ્વપ્નામાં  કમ  સે  કમ  આવી જતે
કાલે   મળીશું   એમ   એને   સંભળાવતો   નથી

મારે  ને  ખુદા   વચ્ચેજ   રકઝક  રોજ  થાય  છે
એ  બોલતો  નથી  ને  હું  એને બોલાવતો  નથી
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a comment