30 April 2020

પ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો ,મુકુલ દવે 'ચાતક'

પ્રેમ પર મારું  જાગરણ હતું  ને સિતારો પણ ખર્યો હતો
આસ્થાને   પુરી   કરવા  મેં   શ્રદ્ધાનો  દીવો  ધર્યો  હતો

એજ અંધકારને પૂછવાનો હક છે એ તડકાના માણસને
છાંયડાને    કાજ    અવિરત    કેટલું   તું   એ  ફર્યો હતો

જિંદગીભર   જળ   લઇ  તું   મૂર્તિને   ચમકાવતો  રહ્યો
એમાં  તિખારવા  ના  રહ્યા,  પરમાત્માને કરગર્યો હતો

તું   રમત  છોડી  ગમે   ત્યારે   જઈ  શકતો  હતો  જ્યાં
મેં   ખુલ્લી  કિતાબ  રાખીને  અજબ  સોદો   કર્યો  હતો

આપની  કોરી  આંખમાં  મારું  પ્રતિબિંબ જોઈને સતત
એ  અલૌકિક  શુદ્ધિમાં  ચકચૂર  નશો મારો ઉતર્યો હતો

તિખારવો =દેવતાનો તણખો
મુકુલ દવે 'ચાતક'


25 April 2020

આંખની તારી મયકશીનું મેં તોફાન શરાબમાં જોયું ,મુકુલ દવે'ચાતક'

આંખની   તારી  મયકશીનું  તોફાન  મેં  શરાબમાં  જોયું
ને  એ પણ કેવી  કમાલ કે બસ આ તારી કમાલમાં જોયું

કોણ   હું,   શું   નામ   મારું,   ક્યાં   છે  મુકામ   મારો   એ
તારા  રહેમો  કરમથી મારું નામ દુઆના મુકામમાં જોયું

હું  ગયો  છું  થીજી  ઓગાળો  શ્વાસની ગરમીથી આવીને
છે  મઝા  ઊછીના શ્વાસમાં  ને  એ  તારા અંજામમાં જોયું

ચાંદનીની   આબરૂ   પૂનમની  રાતે  ક્યાં   ને  કેવી  રહી
ચાંદનીની ટાઢક સતત તારા ચહેરે એવું ઉજાસમાં જોયું

એ  પ્રણયના તર્ક  વિતર્ક ધર ના બુધ્ધિની આગળ તોયે
પ્રેમનું   આજે  ડહાપણ  પાંગરતું   એવું  નકાબમાં  જોયું
મુકુલ દવે'ચાતક'


20 April 2020

જે તરસ લઈને નદી ફરે છે સમંદર લઈ આવે ,મુકુલ દવે 'ચાતક '

જે   તરસ   લઈને   નદી   ફરે   છે  સમંદર  લઈ   આવે
તું  તરસ  ના બાંધ  હોઠે  એ  જામ  તરબતર લઈ આવે

ઝાલ્યો   તારો   હાથ   ત્યારથી   ખુશ્બૂ   ચારે  બાજુ   છે
ખુશ્બૂ  ગુલાબોની  તું  સમેટે  એ  કીમિયાગર લઈ આવે

આંખ  તારી  તળાવ   છે   કાયમ   હું  જોઉં  છું   ખુદ  ને
પણ જયારે તારી આંખ મળે છે તું સચરાચર લઈ આવે

દિલ્લગી    તું    જ્યાં   કરે    ધબકાર    ઊછીનો  રહે  છે
જીવવાનો   આમ  બસ   એવો   તું   દસ્તૂર   લઈ  આવે

આંખની     પાંપણ     જયારે    પટપટાવે     છે     ત્યારે
તારી  પ્યાસી  આંખો  ત્યારે વરસાદ ઝરમર લઈ  આવે
મુકુલ દવે 'ચાતક '

11 April 2020

હોઠ પર છે હજુ તરસ ને આંખમા દરિયા જેવું લાગે છે ,મુકુલ દવે 'ચાતક'

હોઠ  પર  છે  હજુ  તરસ  ને  આંખમા  દરિયા  જેવું લાગે  છે
કોણ  આવ્યું  છે  તરી  હજુ ખારાશથી છલક્યા જેવું લાગે  છે

જો   પવનથી   જૂલ્ફો   તારા   રૂપાળા   ગાલ   પર   ઉડે   છે
ને  ઘૂંઘટ  ખુલ્લી  જતાં  જુદી  સવાર  પડ્યા  જેવું  લાગે   છે

સમજી   વિચારી   તમારી   આંખથી   વાર   કરજો   ને   હજુ
આંખમાં  છે  તીર  પાંપણ  ઢાળી  ને  કબૂલ્યા  જેવું લાગે  છે 

હા, તમારી  હાથની  રેખા  સ્પર્શતાં   દિલને  થઈ   છે  શાંતિ
હસ્તરેખા એની અંકિત થઇ જતાં મુકદ્દરે ઝંખ્યા જેવું લાગે છે

હાક  તેં  મારીતી  કદી  યુગો  થયાં  ઘણાં  તો  પણ  હું  આજે
ગુંજી  રહ્યો  છું  શ્વાસમાં  તારા  એ  પછી જાગ્યા જેવું લાગે છે
મુકુલ દવે 'ચાતક'

8 April 2020

જુલ્ફોના રહસ્યો એમના સમજાયે એવા પણ નથી .મુકુલ દવે 'ચાતક'

જુલ્ફોના   રહસ્યો   એમના   સમજાયે   એવા   પણ   નથી
કેશ   એ   સુલઝાવી   'ના'   સમજાવે   એવા    પણ   નથી

ઝાંઝવા  ખુદ  તરસ્યાં  ને  વરસાદની  મોસમ  આજે  હતી
આજ  ખુદ  ભીંજાઈને  એ  'ના'  તરસાવે  એવા  પણ  નથી

આંખ    છે    પ્યાલી   સમી    તોયે    ધરી  છે  સુરાહી  છતાં
એક  મયખાનું  ઉઠાવીને  'ના'  પીવડાવે  એવા  પણ  નથી

એને   સમાવી   આંખમાં   અમે  બારણાં  વાસી  બેસી  રહ્યાં
દ્વારની  સાંકળને  એ ખુદ  'ના'  ખખડાવે  એવા  પણ  નથી

ભેદ  ના  પામ્યા  દિવસ  ને  રાતનો,  ને   ખુદ  અજ્વાસનો
ને એ ખુદ અજવાસના દીવા 'ના' પ્રગટાવે એવા પણ નથી
મુકુલ દવે 'ચાતક'

4 April 2020

મેં હજી તીરને જ તાંક્યું છે,ઉતાવળ ક્યાં છે ,મુકુલ દવે 'ચાતક'

મેં   હજી   તીરને   જ   તાંક્યું   છે, ઉતાવળ   ક્યાં  છે
દિલ  સુધી  તો  ક્યાં  પહોંચ્યું  છે, ઉતાવળ  ક્યાં   છે

મોઘમે તારે કંઈક કહેવું હોય તો ગુલાબ મુજપર ફેંક
નામ   તેં   ક્યાં   મારું   પૂછ્યું   છે,  ઉતાવળ ક્યાં  છે

રેશમી    ઘનઘોર    ઝૂલ્ફો    આંખમાં   અથડાય   છે
આંખમાં   ક્યાં   કશું   વંચાયું   છે, ઉતાવળ  ક્યાં   છે

જો,   કિસ્મત     બિસ્મત    એ    તો  ફક્ત  વાતો   છે
શ્રદ્ધામાં   ક્યાં  નામ   લેવાયું   છે,  ઉતાવળ  ક્યાં  છે

પ્રેમમાં   બુધ્ધીનું   પણ   ઊપજવાનું    સ્હેજે    નથી
લાગણીથી   દિલ   જિતાયું   છે,  ઉતાવળ   ક્યાં   છે
મુકુલ દવે 'ચાતક'

1 April 2020

કશા કારણ વગર મારીજ આંખો બસ મળી ગઈ ,મુકુલ દવે 'ચાતક '

કશા   કારણ   વગર   મારીજ  આંખો  બસ  મળી  ગઈ
સુરાહી   જામ   મહીં  આ  આંખની  આદત  વધી  ગઈ

સુરાલયમાં   મિત્રો   મારી  રાહ  જોઈ  બેઠા  હતા  ત્યાં
નશીલી   આંખથી   મયખારની   આદત    છૂટી   ગઈ

પગલાં   મારા   મધુશાળા   જઈ   આમતેમ  લથડતાં
નશામાં  આ  પગો  અથડાય  નહીં  એ  ટેવ વસી ગઈ

ડૂબવું   છે  તારા  નયનમાં  મુજને  તું  ડૂબી  મરવા  દે
અચાનક એ છલોછલ મુજ ઉપર આ રીતે વરસી ગઈ

હું    બાગ-બામાં    ફૂલોની    જેમ     ખીલી    ઉઠ્યોતો
ખૂશ્બુ   વેળા   બંદગીમાં   પ્રસરી  મુજમાં  ઉતરી  ગઈ

નથી   મેં   આંખડીનો   દોષ   કાઢ્યો   તોયે   તૃપ્ત  છું
નશો  મુજને  કશાનો  નથી   છતાં  મુજમાં  જીવી  ગઈ
મયખાર ==મદિરાપાન કરનાર
મુકુલ દવે 'ચાતક '