9 May 2020

આજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે ,મુકુલ દવે 'ચાતક'

આજ  બેઉ  આંખની  વચ્ચે  મદિરાની  આપ લે  થઈ છે
તારી  ને  મારી  વચ્ચે  તોયે  ફકીરાની  આપ લે થઈ છે

ને ઉઘાડી આંખમાં એના આગમનની પળ ગણાતી થઈ
શ્વાસ  ને  ઉચ્છવાસ  વચ્ચે  અધીરાની  આપ લે થઈ છે

માફ  કરજો  પ્રેમના  રહસ્યોમાં  માધવ  આવું   બને  છે
વાંસળીના  સૂરમાં  રાધા  ને  મીરાની  આપ લે થઈ  છે

ઝંખના  જીવલેણ  છે  એ  જાણી  પ્રણયમાં ઝંખતા તોયે
જોત જોતામાં જખ્મોનાં ચીરાં  ચીરાંની આપ લે થઈ છે

પ્રેમના  અનુભવનો  કેવો  દોર છે  ને આ દમામ છે બંધુ
પ્રણયને  સ્પર્શતા  અમીર  ને  ફકીરાની આપ લે થઈ છે
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a Comment