About Me

CHATAK DEV, 
B.A. WITH ENGLISH LITERATURE, DIPLOMA IN JOURNALISM & PRINTING TECHNOLOGY & PRO IN BHARATIYA VIDYA BHAVAN IN BOMBAY. 
MAIL US : chataksky@gmail.com

જંય હો,ગુરુજનો,નમસ્કાર,દરેક વ્યક્તિ પાસેથી ગ્રહણ કરવાનું હોય છે.જેથી મિત્રોના પ્રતિભાવ ની,પછી એ સપનાને પંપાળે એવા સુંવાળા હોય યા અસ્તિત્વને ઝંઝોળી નાખે એવા આકરા હોય,સદેવ પ્રતીક્ષા રહેશે. એની કિમંત આંકવાની ગુસ્તાખી નહિ કરું .મારી એકલતા એજ મારું જીવન ને તોયે પુસ્તક એ મારો પ્રથમપ્રેમ,કવિતા, ગઝલ મારી અહર્નિશ પ્રેયસી,પછી આજ દિન લગી વારંવાર અલ્પવિરામ અને ક્યારેક દોઢ દાયકા જેવડા દીર્ઘ-વિરામ છતાય શબ્દોમાં કંડારતા જતા આ શ્વાસ અટક્યા નથી. આ લખવા વાંચવા ને લોહીવટો આપું તો ફક્ત ખોળિયું રહે.ગઝલ બોલે છે ઓછું અને વિચારે છે વધુ,જે પ્રભાવ શાળી હોવી જોઈ એ જેમાં આપણી ચેતના જાગી શકે .લાંબા અરસા લગી કૃતિ બનાવાનો સિરસ્તો જાળવી રાખ્યા પછી અહેસાસ થયો કે કવિતા નો જન્મ મશીનમાં થતો નથી. કુદરતનો ન્યાય છે કે દરેક જન્મ સર્જનમાં પિડા હોય છે.તેથી સદેવ સર્જનમાં અને વિસર્જનમાં એક સરખી અથવા અસહ્ય હોય છે સર્જનની આ સફર જ્યાં સુધી શક્ય હોય જારી રાખવા જરૂર મથીશ.કેમકે આ માત્ર મારા શ્વાસ ની શબ્દો સુધીની યાત્રા નથી,આ મારી ઉમિઓ ની મિત્રો સુધીની મુસાફરી પણ છે સર્જનની વાત છે તો ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર ,ખુદા જેવા ખુદા ના ક્યાં બધા સર્જન મઝાના છે.(જલન )વંદન .

No comments:

Post a Comment