વહેતા આંસુ પીવાનો કોઈ અર્થ શું હવે ? હોય છે ને ...........!


 વહેતા  આંસુ  પીવાના,નહી   તો   હોય    શું ?
 લોહીની   જ  ખારાશ  નહી    તો     હોય   શું ?,      

ચાખી  ચાખી     ખવડાવ્યા   બોર   શબરીએ 
પ્રેમ સાબિત   કરવાનો  ,નહી  તો   હોય    શું ?

ધોબી      રામરાજમાં       એલફેલ     બોલ્યો  
ઘેરાયેલો માનવ સમાજથી નહી તો હોય   શું ? 

રાવણને     દશ -દિશાનું      અભિમાન    હતું    
" હે - રામ "  જ  બોલવાનો ,નહી તો  હોય શું ?

"ચાતક " અર્થ  શું    ફેરાને  સાબિત  કરવાનો 
 ચાર -પાંચ બુંદ  તરસવાનું ,નહી તો હોય શું ?

ચાતક ..

Post a comment

0 Comments