પાના ઉતરવાની રમત જાળ છોદી દે બંધુ

પાના ઉતરવાની રમત જાળ છોદી દે બાદબાકી છે બંધુ.,
થોડે સુધી  જઇને  અંતે માયાની  બાદબાકી   છે      બંધુ.

દ્વાર ખુલ્લે પહેલા જીભે રમતા રમતા રામ  બેસાડ   બંધુ.
હોવાપણા થી દૂર અંતે કાયાની બાદબાકી      છે      બંધુ.

અટકળો ને હસી ને થુંકી કાઢવામાં     મઝા      છે     બંધુ.
ઝાંઝવા ને શોધતા    લાકડામાં     બાદબાકી    છે    બંધુ.

   
ખોખલો માણસ છું, ભ્રમિત છું ,ચગડોળે ચઢ્યો   છું  બંધુ ,       
કીડી-મકોડા ને  માનવ   વાર્તાની   બાદબાકી    છે   બંધુ.

"ચાતક" માયા ની ડાકણ નું ભૂત તને- મને વળગે   બંધુ
શૂન્યતામાં  વિસ્તરતા  કાયા   ની   બાદબાકી   છે    બંધુ 
ચાતક ......

Post a comment

0 Comments