હજારો દીવડા પ્રગટાયા તારા આંગણામાં ચાતક ,


હજારો દીવા આંગણે  પ્રગટાયા તો  હું   જાણું  
એક  દીવો   પ્રગટાવ  હદયમાં ,તો  હું   જાણું 

હજારો   નામ  તારા   રાખ્યા   છે  પથ્થરોમા,
તારો તરે એક  પથ્થર તારા નામેં તો હું જાણું  

હજારો   યુગ થી   ભટકું   છું  હું   વાંસવનમાં ,
સત્યનો સુરજ એક  ઊતરે નભથી તો હું જાણું  

હજારો  શ્રધાઓ પ્રગટે  છે    આ   કળયુગમાં ,
નારાયણ કળયુગમાં   ઉતરે એક તો હું જાણું  

કહે   ખુદા  ને "ચાતક"  એ  આપી દે શાનમાં ,
દ્રષ્ટિ ખુદાઈ ની તિમિરમાં  આપે  તો હું જાણું  
ચાતક

Post a comment

0 Comments