એ હતા ને એમની હાજરી પણ હતી ચાતક

 


એ    હતા   ને   એમની   હાજરી  પણ   હતી ,
કહેવું  હતું  ઘણું  રીસામણા ની લાગણી હતી ,
ચાલ્યા    એવી    અદાથી  પલ્લુ   ઉછાળતા
પ્રેમની    કેવી    વિચિત્ર       માંગણી    હતી .

એકજ નજર પણ એમની કાતિલગહેરી હતી ,
નાદાન   હતા  રીસામણાની   લાગણી  હતી ,
પ્રયત્નો   મિથ્યા  મૌન   ને   તોડવાના ગયા ,
તૂટ્યું  મહેફિલમાં  મૌન  કરુણ  કહાની   હતી
ચાતક

Post a comment

0 Comments