આસુઓના રૂપ કેવા હોય છે ,ચાતક

આંસુના    રૂપ    કેવા    હોય   છે
હ્રદયના   આયના     હોય      છે ,
નયનમાં    વહે   નહીં   નમ  રહે 
આત્મન ના પડછાયા    હોય   છે .
આંખ કોરીના દર્દપોકાર હોય  છે,
જાણે ખુદા   ખુદ  રડતા હોય   છે.
લાગતો      ચહેરો       ખુદાઈનો 
અર્શ્રું ખુદ ખુદા લુછતા   હોય  છે,
આંસુ    છુપાવા   ખભો  ક્યાં  રહે 
જગતને   ક્યાં  નિસ્બત  હોય છે,
ચાતક

Post a comment

0 Comments