મારા અશ્રુમાં , ખરાશનો સહેજે છાંટ નથી .ચાતક ............થઈ ગયા છે .....

અશ્રુમાં ખરાશ નથી ગંગાજળ  થઈ  ગયા  છે ,
વહી   ને   ક્યારના   અમૃત   થઈ    ગયા   છે .

જીવનમાં  કે   મૃત્યુમાં  ઝાઝો   તફાવત  નથી ,
વળગણ   છે  શ્વાસનું  માયાવી   થઈ  ગયા  છે .

પગલા  સાત માંડી  જિંદગી અસાર કરી  નથી ,
મહાદેવે ઝેર પીધું પાર્વતી અમૃત થઈ ગયા છે .

સમયનો ઈજારો સુખદુઃખમાં માનવીનો   નથી ,
માનવતો નામનો , જે   પુતળા થઈ  ગયા   છે .

જીંદગીમાં  થાકી  જવું  પડે સાચી સફર   નથી ,
તપ કરી ગંગા ઉતારી , ભગીરથ થઈ ગયા  છે .

 દિલ  ઉપર ઘાવ આજે  તાજા  દેખાતા   નથી ,
 ગઈ કાલના આજ,આજના કાલ  થઈ ગયા  છે .
ચાતક .....

Post a comment

0 Comments