સાગર ને બાથમાં લેવાથી ,ચાતક


પ્રિયે સાગર બાથમાં લેવાથી સાગર નથી મળતો
નસીબમાં સાગરનો કિનારો સાજન નથી  મળતો . ,                                                         
.
પ્રિયે       રૂખસાર     પર     ઝુલ્ફો      લહેરાવાથી
જિંદગીમાં   છાયો   પણ  સાજન   નથી     મળતો   

પ્રિયે    તને     ચાહું      છું      બેફામ         ચાહથી
જગતમાં  મંઝિલનો  રસ્તો સાજન   નથી  મળતો
   
કહું    સાચું   "ખુદા"      ભૂખ્યા     પાપી     પેટેથી
મુહ્બતનો  ઈશારો  પણ  સાજન   નથી    મળતો    .

બહાર    આવી  જા   લાગણીની  ભ્રમ   દુનિયાથી
જિંદગીમાં  કોઈનો  સહારો  સાજન  નથી  મળતો 

જુગાર  ને  જિંદગીમાં ઝાઝો ફરક "ચાતક"   નથી,
રમતમાં  ભૂલ  કરી  કિનારો સાજન .નથી મળતો
ચાતક
,

Post a comment

0 Comments