ભડકા થયા છે દર્દ થી દર્દ અથડાતા ચાતક


દર્દ થી દર્દ અથડાતા દર્દ સચરાચર થઈ ગયા 
શિવના   અશ્રુ    રુદ્રાક્ષ  સચરાચર   થઈ  ગયા

તપસ્વી    શબરીની       તપ    પ્રતિક્ષા    થકી 
ભટકતા વન  બોર    સચરાચર     થઈ    ગયા

નિર્મોહી       ભરતની     તપસ્યા        ત્યાગથી
અંતે રામના પગરખા   સચરાચર  થઈ   ગયા

હડહડતા ઝેરના    પ્યાલા         અમૃત    થયા 
વિભોર મીરા  ભક્તિમાં સચરાચર  થઈ   ગયા

યુગોથી     પેદા    રાવણ      અહંકારથી  થયા
સીતાના   અપ હરણ  સચરાચર  થઈ    ગયા

શિખંડી    ચાલથી      પેદા     દુર્યોધન    થયા 
રમતમાં દ્રોપદીના ચીર સચરાચર થઈ  ગયા

ચાતક.


 


Post a comment

0 Comments