વહેંચણી તારા દર્દ ની હું કરી શકતો નથી ચાતક

વહેંચણી  દર્દની   હું   કરી   શકતો   નથી ,
લાગણી   નું  મૌન   વેતરી શકતો   નથી

મેં     તારી   પૂજા-પાર્થના   ચાહી    હતી ,
તેથી   મંદિર    દીવો  ધરી   શકતો નથી .

રાહમાં   ઉભો   છું    રાહ   તારી   જોઈને  ,
થાક્યો    છતાં   પાછો  ફરી શકતો  નથી .

કેટલી ઈમારત આંસુ  ઉપર બનતી ગઈ ,
"ચાતક"   રુદનથી   કૈં  કરી શકતો નથી

ચાતક

Post a comment

0 Comments