26 July 2012

મોહબ્બત કરી છે ,સીતમોનો પ્રહાર દે ,!ચાતક

મુહબ્બત  કરી  જાનમ સીતમનો પ્રહાર દે ત્યાં નથી પોહચ્યાં 
મુહબ્બતની જાનમ,તાસીર છે કિન્તુ  સીતમો   નથી પોહચ્યાં


મને  ઓહ    ચાહનાર   વેદના    તું    પારાવાર    દે  જાલીમ   
કરામત   છે    દુઆઓંની   કિન્તુ   ઝખ્મો   નથી      પોહચ્યાં


ગુનાહો   હોય   જાલીમ    જો    કર્યા    તેના     ખુલાસા      દે !,
ખુલાસા  જો   થયા  ના   હોય  તો ગુનાહો     નથી    પોહચ્યાં


મઝધારમાં  નાવ    ડૂબે     એ  પહેલા , પતવાર   આપી   દે !
તરસ્યા  તૃષ્ણા  માટે  રહ્યાં  કિન્તુ  , વિસામે  નથી   પોહચ્યાં


તકાદો     દર્દ નો    એવો    હૃદય   ને    સ્પંદન    આપી    દે !
જીવનના "ચાતક" રસ્તે   સોદા   કર્યા , પંથે   નથી પોહચ્યાં

ચાતક  
. ,

25 July 2012

साज बहेके कभी कभी आवाज से पूछ लो ,चातक .

साज    बहेके    कभी   कभी  आवाज   से    पूछ    लो ,
कितना दर्दे -गम हुआ,किसीका दिल बहेलानेके लिए.


चाँद        चमका     है     चांदनी     से      पूछ      लो ,
कितना        तरसा         हू       दोस्ती      के      लिए


गुलशन    में   गुल   छेद     हुआ  , पोधोसे   पूछ  लो  ,
कितना   तोंहीन   हुआ ,   गेरोंकी    हशरत  के   लिए


चाँद        चमका    है     चांदनी      से     पूछ       लो
कोन        रोया      है       अजनबी        के         लिए


वफाने      तोडा     नाता       जफा     से    पूछ     लो ,
कितना      बदनाम     जुफा     हुआ     वफाके   लिए


चाँद      चमका      है     चांदनी      से     पूछ       लो
मोंत         आई        है       जिन्दगी      के         लिए                    


हुश्ने  से  ओर  कुछभी  है ,चाँद  के  दाघ  से  पूछ  लो  ,
कितना          तोसिफ     हुआ ,    शीतलताके    लिए .

चातक .

21 July 2012

यह हमारी नजरोका नूरे-दिदार बिगड़े है ,चातक


यह     हमारी   नजरोका    नूरे-दिदार   बिगड़े    है ,
वो     खुद   अपनेसे ,  बेगाने   हाल   कर   बठे   है ,


यह   कया  माजरा   है , मतलब  से   यार  होते  है ,
यह  नथी  हमें  भी  खबरे ,दिलोमे चिराग  होते  है


यह     हमारी    नजरोका   नूरे-दिदार    बिगड़े   है ,
वो      खुद  अपनेसे ,  बेगाने    हाल  कर  बठे    है ,


क्या    बुजाये  अब  हम , खुद  जलके  रह  गए  है             .
यह  इश्के -मोहबत् में ,क्यों काले दाघ  कर बेठे  है


यह    हमारी   नजरोका    नूरे-दिदार     बिगड़े   है ,
वो   खुद  अपनेसे ,  बेगाने    हाल   कर    बठे    है ,


यह क्या कजाए -उल्फत है  हुश्ने से प्यार होता  है
यह  नथी  हमें  भी  खबरे , फूलो में  खार  होते   है


यह    हमारी   नजरोका    नूरे- दिदार   बिगड़े    है ,
वो   खुद    अपने से ,  बेगाने   हाल   कर   बठे   है ,.

चातक    


,નજૂમી ના દરેક દરેક તર્ક ખોટા પડ્યા !,ચાતક

નજૂમીના   દરેક  તર્ક   ખોટા પડ્યા    હથેળીમાં    ક્યાં હતા
અદ્રશ્ય પડઘા પડઘાયા ,ચન્દ્રગુપ્તના ચોપડામાં ક્યાં હતા ?.


ખરડાયા    અંકિત      રેખાઓમાં   હાસ્યની       ચકચારીથી            ,   
નસીબને    ઉઘરાવા      ,કોઈના     આંસુઓમાં   ક્યાં   હતા ,?


ઉઘાડા પગપાળે ચાલ્યા કરીશ કળવિકળ થઈને ક્યાં સુધી   
અરે  ઠોકરને  ઠેસ  વાગે,   કોઈના   ચંપલ પણ ક્યાં   હતા ?.


રમતમાં   રમકડાના   ઘર    બનાવ્યા  એ યાદ   આવે   છે
ઘર ઘર એવું  રમ્યા અવિરત કોઈના રાજારાની  ક્યાં  હતા ?.


અત્તર       છાંટશ    નહીં  ઓળખ  ખુદની અંતે    છુપાવવા ,
જિંદગીની દોડમાં"ચાતક",સદા કોઈ  ઓળખમાં ક્યાં  હતા ?.

ચાતક  

નજૂમી =જયોતિષ

18 July 2012

ભારા માથેથી સાપના ઉતારી દે ,!ચાતક


ભારા ઉતાર  સાપના  માથેથી  ઝેર  થઈ ગયા  હશે   
ક્યારના પડીકા  ઝેરના  અવિરત વેચાઈ ગયા હશે .


છળકરવું તારે સનાતન તત્વો ની તૃષ્ણામાં છે,ક્યાં             
ભીષ્મ પિતામહને  હજારો  બાણ વાગી  ગયા   હશે .


પાણી  કિન્તુ  ગંગાનું પવિત્ર કેવી  રીતે   પી  ગયો ! ,
કેટલા  ભગીરથે તાત્પયૅથી ગંગા ઉતારી ગયા હશે .


અંદર  સળગે  છે   રજેરજમાં  મહામૂલા  સંભારણા   
ભીતર  કઈ  મહેલાત   મનોરમ   ચણી  ગયા  હશે


ખેંચાયા ચીર    ભરી  સભામાં   કિન્તુ   ઉભા   રહ્યા ,
મૂકી ખુદને  તીજોરીમાં જગત ને મળવા ગયા હશે  .


"ચાતક" નયનોમાં  જિંદગીની  કંઠકથા વંચાય  છે ,
 જળ  છીછરામાં  તરતા કેવી રીતે  થઈ  ગયા  હશે .          
ચાતક

16 July 2012

અજગરે ભરડો લીધો છે લાકડીનો,ચાતક

ભૂખ્યા   અજગરે ભરડો  લીધો        છે     લાકડીનો ,
સતત      ખાંસે   છે  એ, સૂરજ     ઉગશે     આશાએ .


સતત     માટીને    પકવે  જવાળા  અગ્નિની  અંતે     
સળગે   ખાલી     પેટ      સૂરજ    ઉગશે    આશાએ .


બની    બાળક    પ્રભુ      બે         હાથ        ફેલાવે    
ભરખે  છાયો   મહેલનો    ,સૂરજ   ઉગશે  આશાએ  .


ના    શેકીશ  રોટલી    ભૂખ્યા    પેટની   જવાળથી ,
ઢાંકી      છે    રાખથી,   સૂરજ     ઉગશે     આશાએ 


સદીઓથી      ડુસકા   લે    છે    અંધકાર  ,"ચાતક"  
ડસયો અંધકાર ઈલાજ કર સૂરજ  ઉગશે   આશાએ

ચાતક

14 July 2012

અશ્રુઓ પણ હવે વિરાન માં મૃગજળ થઇ જશે ,ચાતક


આંસુ  વિરાન રણમાં પણ  મૃગજળ થઇ  જશે ,
એવું    દાઝ્યા   ફૂલનો   સ્પર્શ   ભરખી    જશે .


કરેલા   જગતે  ઘા  સમય જતાં  રૂઝાઈ  જશે ,
સમય   પોપડા   ઉખાડતા ગાથા  ગાતા જશે .


કરેલા    ઘા  કળાથી  સ્વજન  રૂઝાઈને   જશે
પંચત્વ  ઉચકી  ભાર ખુદ ઉપકાર કરીને જશે

રાખનો   ભાર    ગંગામાં   પધરાવીને    જશે
'સિતમ ' ને    "ધર્મકાંડ " નામ આપીને  જશે 

ચાતક 

હંસલો નિજ સ્નાન કોઈ પ્રેમ સરોવરમાં કરેચાતક

હંસલો     નિજ    સ્નાન    કોઈ    પ્રેમ    સરોવરમાં    કરે ,
ના     રહે    પ્રણય    બિંદુ   સરકતું   રહે   નિજ   પાંખથી .


સર્જન    હારે   બનાવી   પંખ   કટારી  નિજ થી   જુદું  કરે,
સર્જન   કેવું  સર્જનહાર નું  પ્રણય  દફન  કરે મુજ  દેહથી .


કર્યો     છે      ક્રુ ર     ઘા     કુદરતે      સૌદર્ય       બક્ષીને ,
જ્યાં   પ્રણય ના    મળે    ત્યાં   ખરે   છે    સૌદર્ય   દેહથી


ભરખી  ગઈ  છે  પ્રણય  દફન થી    દિલની   લાગણીઓ ,
વાહ!      ખુદા  કરી   છે     ક્રૂર  મઝાક   સૌદર્ય   ફરેબથી.


સૌદર્ય    આપી  પ્રણય   વિરહથી  કોરી   કરે   જિંદગી ને ,
"ચાતક" શ્વાસને વેતરી ગયા બનાવી સાધન મુજ દેહથી.

ચાતક


11 July 2012

ક્ષણભંગૂર જીવન કોઈકવાર અર્થહીન લાગે ,"ચાતક "

ક્ષણભંગુર  જીવન    કોઈવાર   અર્થહીન   લાગશે 
ઘટમાળનું    જીવન  કોઈવાર  અર્થભર્યું    લાગશે .
 
જીવનની  રાહે   ગલીઓમાં  ભટકતા   ખોવાયેલા  ,
દિશા    બદલાતા   અર્થો  બદલાતા સર્વે   લાગશે  ,
 
સતત  ચાહને  મથતો રહું  જીવનમાં ચાહવા  સદા 
દશા બદલાતા ચાહ  પામવા ચાહ તકસીર લાગશે 
 
જિંદગીની   ભૂલ    ભુલામણીમાં મારો "હું " ના  રહે  ,
જિંદગીના   દરેક   મુકામે  "હું "  બદલાતો  લાગશે 
 .

"ચાતક "                                       તકસીર= ભૂલ            
                                      

10 July 2012

હું ખુદ ને જડ્યો ,ખોવાયો ને જડ્યો ,ચાતક

ખુદને  જડ્યો ,હું  ખોવાયો જડ્યો  માણસ   છે,
કમાલ છે  ઠોકરમાંથી અંતે જડ્યો માણસ   છે .


જુદો   ભીડથી   થયો    ટોળે   ફરીથી    વળ્યો
શું મેળવતો ને શું ગુમાવતો રહ્યો ,માણસ   છે .


કયાં   અથડાયો  ને  ભટકાયો  યુગ  યુગ   થી
સલામ છે તને ઉભો ફરી અંતે થયો માણસ છે .


દટાયો    સ્મરણે    કોઈના    ભરમાયો ,  અંતે
કુરુક્ષેત્ર  શાબાશ ચઢ્યો  તું  અંતે  માણસ   છે.

.
રખડ્યો  શોધમાં   એની,  સુરાલયમાં   જડ્યો
અધૂરા   જામમાંથી   છલકાયો ,   માણસ   છે


 વિવિધ   નીજ    મઝારેથી    આખરે    જડ્યો ,
ક્યાં   પી    ગયો   ઝેર  "ચાતક"   માણસ  છે.

ચાતક


પ્રભુ ,ઝળહળ તો ઈશારો કરીને બોલાવો છો ,ચાતક

ઈશારો  તો    કરી   ઝળહળ તમે    પ્રભુ  બોલાવો    છો ,
જવું   હું  ભીતર પૂછે  કેમ   આવ્યા પ્રભુ  બોલાવો     છો ,


ભટકેલો  કેટલો   નાદાન     છું     હું   ને     છું   માયાવી ,
જવાબો શોધતા  ખુદને  વર્ષો લાગ્યાપ્રભુ  બોલાવો  છો , .


અમારા      હૃદયના      ભીતર    હંમેશા    એ      રહેતા ,         
બહાર શોધી  ભટકી શોધી અટવાયા પ્રભુ  બોલાવો છો ,.


અમે    ભીતર      અશ્રુધારથી       અવિરત     ભીંજાયા ,
લુછી આંખ તમે  આંખોમાં સમાયા  પ્રભુ  બોલાવો   છો ,.


 દિવ્ય  ઝળહળ   નજરોથી  એમની   સંસાર  ને   જોવું ,
 નજરોના 'તેજ તિમિર અજવાળ્યા પ્રભુ  બોલાવો   છો ,.

ચાતક
.

તમે છો એક આઈના ના પ્રતિબિબ સમા ,ચાતક


તમે     છો     આઈના     એક      પ્રતિબિબ   સમા  ,
કદી     સચવાય     નહિ , વાદળોની  પ્રિત   સમા .


તમને    યુગો   યુગોથી    પામવા અમે    તરસ્યા ,
કદી   શક્યા  ના પામી , પતંગિયાના  રંગ   સમા .


તમને    પામવા   રથ   સમય     સાથે   ટકરાયા ,
કદી   ના    હાથમાં   આવો  ઝાકળના  બુંદ  સમા .


યુગો   યુગો   તમને     પામવા    અમે     ભટક્યા ,
તમે   ભરેલા   મૃગજળથી  પાણીના   જામ  સમા .


ખબર   ક્યાં  ક્યારે  ભીજવ્યા  ત્રણ   ચાર  બુંદથી
ચિતરાય ના નામ"ચાતક "વાદળ ની ભીંત સમા


ચાતક 

6 July 2012

વફાદારીનો નમુનો બતાવવા જગતને ,ચાતક


વફાદારીનો    નમુનો   બતાવવા   જગતને ,
શો-કેશ જેવી કારમાં ,લઈને ફરે છે  કૂતરાને,
બેઠો    છે   બાજુમાં   મૈાન    વ્રત     રાખીને ,
શરમાવે છે આખી આલમમાં માનવ જાતને
 
ચાતક
 
 

5 July 2012

પ્રભુ,યાત્રી છું જીવન જુગારીનો, પત્તા આપી દે ચાતક,

પ્રભુ, યાત્રી  છું  સદા  જીવન  જુગારીનો પત્તા તું  આપી  દે ,
પ્રભુ બેસી પીરસ સામે બાજી જીત હારના પત્તા તું આપી દે ,

પ્રભુ   સંતા-કૂકડીની  રમત    રમાડી    થપ્પો તું  આપી  દે ,
શું   ફિકર   છે   હારેલા  ને   જીતની   ઈશારો  તું  આપી   દે

સેાગટા  રમીએ  મુરલીધર સામે  બેસી  દાવ  તું  આપી  દે ,
રાહ  મળે  ગુઢ   અનંત   ખોજનો   અણસાર  તું  આપી   દે .

પ્રભુ  છે  સંપૅૂણ સદા જુગારી  જગત, તમાશો  તું  આપી  દે ,
પ્રભુ યાત્રા કર નગરની તારું  મૂલ્ય કરશે  છલ તું આપી  દે .

પ્રભુ  ખસતી  નથી દીવાલ સામેથી નિજ  દ્વાર  તું આપી  દે ,
પ્રભુ  જીવનના અર્થના  નિચોડનો , હિસાબ   તું    આપી  દે


માછલી કહે  છે  સમુંદર ઉચકીને ફરૂ  હું  શાન તું  આપી  દે ,
જિંદગીની    છે   રસમ  તોડી  સદા  ઈબાદત  તું  આપી  દે .

"ચાતક"નાંખે પથ્થર કેવી રીતે તળાવમાં ઇલમ તું આપી દે,
 પ્રભુ    હજારો     વમળ    દેખાય    રાઝદાર   તું   આપી  દે .
 ચાતક

4 July 2012

કમળ કાયમ કાદવ માં જ શોભે વજૂદ છે,ચાતક

કમળ    હંમેશ    શોભે    કાદવમાં   રહીને   ગનીમત   છે 
ઉછાળો   કાદવ  તમે  કાયમ  વજૂદ સમજી ગનીમત  છે .


જિંદગી આખી સમેટીલે પળ  એકમાં  ભીંત વિના ઘરમાં       
ભ્રમરો ઝાંઝવા કમળે પ્રેમમાં સદા કેદ થયો ગનીમત છે .


બતાવા   છે   સદા  દુઃખ   દર્દ    ભીતર    છાતી   ફાડીને  
કળયુગમાં   નાટકનો  હંમેશ  ભાગ  સમજે  ગનીમત  છે .


સદા   તારી શું    અદા   છે    રંગત  ફૂલોથી  કરે   છે   ઘા
પથ્થર ફેંકે  તો ધરીએ  અમે  સદા  બખ્તર  ગનીમત  છે .


ઉભા   રહી   થાવકાથી   દ્વારે  સદા  ઉઘાડ  બંધ   કરે   છે
ઉઘાડી   દ્વાર  સ્વાગત  કરે   સદા  સ્નેહથી   ગનીમત  છે .


દયાના     સાગરમાં  "ચાતક"  સતત  ફંગોળ્યા   કરે  છે ,
ધકેલી    દે   કિનારે ,    લાશને    સાગર    ગનીમત    છે.

ચાતક  

1 July 2012

સિક્કા ની માફક તું મને કાયમ ઉછાળે,ચાતક

સિક્કા  ની માફક હરહંમેશ ઉછાળે   ચાલે  ચાલે .
રણકતો   રહીશ  કાયમ  સમયની  ચાલે   ચાલે .

જીદ ના  કર  તું  માનવ અજુગતી  નિયતિ માટે ,
પિંજરના   આયખા  છૂટે મુક્તિમાં  સહારે  સહારે

શબ્દો    ની    વેદના  તમારા  નયનોમાં   છલકે ,
લાચારી ની  મઝા  જગત  ઉડાવે  ડગલે  ડગલે

દવા   કે   દુવા   કોઈ  કામ  ના  લાગે  અવિરત 
સમય      વીફર્યો      સમય ની    ચાલે     ચાલે .

વાદળ    ને     વહેમ    છે     સુરજ     ઢાંકવાનો ,
તાપ થી  ઓગળી નગ્ન  થશે રઝળતે  રઝળતે.

 દુર્દશા  કેવી  જન્મથી મૃગજળ  ઘરમાં      રહી ,
અફાટ રણમાં આરોટયાં કોઈના સ્મરણે સ્મરણે .

 ગુલાબી  ચહેરા પરથી  ઉઠાવ   સનમ   પડદો ,
"ચાતક"  હરહંમેશ  રહયો   તરસ્યો      તરસ્યો
ચાતક