સિક્કા ની માફક તું મને કાયમ ઉછાળે,ચાતક

સિક્કા  ની માફક હરહંમેશ ઉછાળે   ચાલે  ચાલે .
રણકતો   રહીશ  કાયમ  સમયની  ચાલે   ચાલે .

જીદ ના  કર  તું  માનવ અજુગતી  નિયતિ માટે ,
પિંજરના   આયખા  છૂટે મુક્તિમાં  સહારે  સહારે

શબ્દો    ની    વેદના  તમારા  નયનોમાં   છલકે ,
લાચારી ની  મઝા  જગત  ઉડાવે  ડગલે  ડગલે

દવા   કે   દુવા   કોઈ  કામ  ના  લાગે  અવિરત 
સમય      વીફર્યો      સમય ની    ચાલે     ચાલે .

વાદળ    ને     વહેમ    છે     સુરજ     ઢાંકવાનો ,
તાપ થી  ઓગળી નગ્ન  થશે રઝળતે  રઝળતે.

 દુર્દશા  કેવી  જન્મથી મૃગજળ  ઘરમાં      રહી ,
અફાટ રણમાં આરોટયાં કોઈના સ્મરણે સ્મરણે .

 ગુલાબી  ચહેરા પરથી  ઉઠાવ   સનમ   પડદો ,
"ચાતક"  હરહંમેશ  રહયો   તરસ્યો      તરસ્યો
ચાતક

Post a comment

0 Comments