નજૂમી ના દરેક દરેક તર્ક ખોટા પડ્યા !,ચાતક

નજૂમીના   દરેક  તર્ક   ખોટા પડ્યા    હથેળીમાં    ક્યાં હતા
અદ્રશ્ય પડઘા પડઘાયા ,ચન્દ્રગુપ્તના ચોપડામાં ક્યાં હતા ?.


ખરડાયા    અંકિત      રેખાઓમાં   હાસ્યની       ચકચારીથી            ,  
નસીબને    ઉઘરાવા      ,કોઈના     આંસુઓમાં   ક્યાં   હતા ,?


ઉઘાડા પગપાળે ચાલ્યા કરીશ કળવિકળ થઈને ક્યાં સુધી  
અરે  ઠોકરને  ઠેસ  વાગે,   કોઈના   ચંપલ પણ ક્યાં   હતા ?.


રમતમાં   રમકડાના   ઘર    બનાવ્યા  એ યાદ   આવે   છે
ઘર ઘર એવું  રમ્યા અવિરત કોઈના રાજારાની  ક્યાં  હતા ?.


અત્તર       છાંટશ    નહીં  ઓળખ  ખુદની અંતે    છુપાવવા ,
જિંદગીની દોડમાં"ચાતક",સદા કોઈ  ઓળખમાં ક્યાં  હતા ?.

ચાતક  

નજૂમી =જયોતિષ

Post a comment

0 Comments