પપ્પુ ,તારી ભરોસા ની ભેંસ ડૂબી તળાવમાં,બ્લેક હ્યુમર( BLACK HUMOUR )ચાતક

તારી     ભરોસાની    ભેંસ     ડૂબી     તળાવમાં મઝો    પડ્યો.,   
પપ્પુ એ છબછબિયાં  કર્યા  તારી  સાસુના  સમ  મઝો  પડ્યો.


બેઠો     ઊંટ    ઉપર        કરડ્યું      કુતરું     તારા   નસીબમાં,
પપ્પુ એ લપલપિયા કર્યા  તારા સસરાના  સમ , મઝો પડ્યો.


મચ્છર     કરડી     ગણ     ગણી     ગયો      તારા      કાનમાં  ,
પપ્પુએ  બાચકા હવામાંભર્યા તારા શાળાના સમ,મઝો પડ્યો.


વાનરે      હુપાહુપ   કરી    તારી     વાડીએ     કરડયા    ફળો
પપ્પુએ  હાંફતા શ્વાસ ભર્યા તારી શાળીના સમ ,મઝો   પડ્યો.


કીડીબાઈએ     મુક્યા  બે     દાણા    ખાંડના  તારી   થાળીમાં ,
પપ્પુએ મમળાવી સ્વાદ કર્યા સાઢુંભાઈના  સમ  મઝો પડ્યો .


ચકલીએ    ચણચણ      કરી      પગલા    માંડ્યા    સંસારમાં,
પપ્પુએ લબુક ઝબુકીયાકર્યા,તારા બનેવીના સમ મઝો પડ્યો.


કાગડાએ       કરી    "કાં    "કાં"         "કાં"     ભરી      સભામાં
પપ્પુ તારી વહુના સમ અડકો  દડકો  દહીં  દડકો, મઝો પડ્યો.

ચાતકPost a comment

0 Comments