29 September 2012

પથ્થરા ઘસીને દેવળો ઉભા કરજે ,ચાતક .


પથ્થરને વ્યર્થ  ઘસી      દેવળો       ઉભા     કરજે ,
ઉભા       દ્વારે      રહી          હાથ    ફેલાયા   કરજે .


નથી        કોઈ      દ્વાર અંતે  આ    સિવાય   બીજું ,
યુગોથી        સૂતો   છે   તું    ઘંટ  વગાડ્યા    કરજે .


સબૂરી      રાખજે   તું   અંતે    પ્રકાશ  ને     ફૂંકવા ,
ભલે    દિવો    બુઝાઈ  જાય     પ્રગટાયા      કરજે .


યુગોથી   મૌન    રિસાઈને   ધર્યું     હોય       ભલે   ,
ફૂલહાર  ખુદાને     બોલાવા      પહેરાયા      કરજે .


મહાવીર   રામ  કૃષ્ણ     શિવ,       બ્રુદ્વ       બની,
અવતાર  ની  લાજ  કાજે ભિક્ષુકને  "ખુદા"   કરજે

ચાતક .

 

26 September 2012

મોકલજે કોરોકટ્ટ કાગળ ,નામ નહિ લખું ,ચાતક


મોકલજે           કોરોકટ્ટ         કાગળ ,      નામ      નહીં      લખું ,
કોતરેલા        છે        સરનામાં  ,           ઠામ          નહીં    લખું .


છે     સુર               મોરલી નો    રમતિયાળ     પ્રીતિનો  ,  સદા
આપણે     હવે   રાસ   રમીશું          રાગ            નહીં        લખું .


કોણ         શ્વાસોમાં    પડઘાય       નથી         નામ         મળતું ?,
મોકલજે     પ્રેમનો      સૂરજ ,     અઢી       અક્ષર    નહીં    લખું


મોહબત     રબ         હોય,      મૂર્તિની        અટકળ            કેમ
મોકલજે     રીત      કોઈ      બંદગીની       ,સજદા    નહીં   લખું .


હોય          લાગણી   નો      ધબકાર       તરસના        સંદર્ભમાં ,
મોકલજે        નૈન -પાપણ   લાડ,     અણસાર      નહીં       લખું .


હોય        તું જ      અવતરણ      ચંદ્ર-     સૂરજ      ને      ધરતી ,
"ચાતક"   ટહુકામાં "હું " જડીશ,  દર્શનની  ઝંખના    નહીં   લખું .

ચાતક21 September 2012

એક પથ્થર રમતમાં ફેંક્યો હતો જીવતરમાં,ચાતક


એક     પથ્થર   ફેંક્યો    હતો    રમતા   જીવતરમાં ,
પરિચય     થયો    ગેબી    ઝંઝાવાતના   વમળમાં

ઝાકળ  એક એક ટીપે બન્યા સદા  તરસ હતી છતાં     ,
પવનના      ઝોકે      તરસ્યયાં           ઝંઝાવાતમાં


ભીતરના   ઘાવના   ઈલાજ    એટલે    થઈ   ગયા,
અશ્રુ   નયનના   ઓંગાળ્યા   વહેતા    ગંગાજળમાં,


જિંદગી   વહે    નદીના   તરંગની   જેમ   ખળભળ,
તેને દરિયે ઝબોળીશું, નથી શણગારવી  તળાવમાં,


આયનાના   પ્રતિબિંબ   સામે   ઉભો   રહે , "ચાતક"  
કહે છાયાના પયંગમ્બરને, છે  ગર્ભના  અધ્યાયમાં

ચાતક    

    

20 September 2012

વેદનાનો બહુરૂપી ચહેરો ચીસ બની ડંખી ગયો હતો ,ચાતક

વેદનાનો   બહુરૂપી  ચહેરો   ચીસ  બની  ડંખી   ગયો   હતો ,
હાંફતા    અરમાનનો    દાવાનળ   સદા  થંભી  ગયો   હતો ,
 
 
ભીતરના      શ્વાસો     તૂટીફૂટી        અટકળમાં      પ્રગટયા ,
જીવતર માં સળગ્યા વિના અવિરત ધુમાડો રંગી ગયો હતો ,
 
 
અંતે   ચક્રવાતના  સબંધોના  કાટમાળનો  ભાર  ક્યાં  સુધી ,
કોઈના   ઋણા નું   બંધનનો  કરોળિયો   ચઢી   ગયો   હતો ,
 
 
પ્રતિક્ષા   કોની   સતત   આંખને   હરશ્રણ  સળગાવી   રહી ,
મૃગજળ  નો   સમુંદર   જિંદગીની   દોડનો જંગી ગયો હતો ,
 
 
લાગણીના     પથ્થરોને    પંપાળી   લોહી    લુહાણ   નું   શું ,
"ચાતક "  લાગણી  નો  અર્થ  શું  તે  રણે  ભટકી  ગયો હતો ,
 
ચાતક 
       

15 September 2012

ઓંસાકીઆ તારી મધુશાળામાં મય પીવડાવામાં બેતલબ છેચાતક ,


 
મયખાનામાં સાકીયા   મય   છલકાવામાં  તું   બેતલબ   છે ,
છલકાયેલા મય -જામ ની  અદાઓમાં  તારું  દિલ  બેધડક  છે .


સનમ  શાના અવતરણો  ગાલ  ઉપર  મેંશના  બે અસર   છે ,
મિલનમાં આપણા   વય્ચે  મયખાનામાં  છે  તું  બેઅદબ છે .


કતલ    કરે    માશુકા      એની    ફિકરનો  ડર   કયાં   રહ્યો ,
રહેમ  મોટા  જુલ્મોની રહી  નાનાની . સદા  ક્યાં  બરકત છે  


કરમના  ઘા   ઝીલ્યાં  જાલિમ,  ખંજરમાં   ક્યાં  કતલ   છે,
મયખાનામાં  સનમ  આવ્યા ત્યારથી અવિરત કયામતમાં છે .


સિતમગર   સદા   કટારી   ખંજરની  જિગરને   આદત   છે ,
'
ચાતક' ને સદા ગુલથી  વીંધનારના  સિતમથી મોહબ્બત  છે .
.

ચાતક
 

12 September 2012

कभी कभी चौ-राहेपे नहि चाहनेसे,चातक

कभी      कभी     चौ-राहेपे       नहि      चाहनेसे ,
कैसे    कैसे    मुकामपे   लोग    मिल   जाते    है .


भूली      हुई    गुजरी    यादें     जहनमें    फिरसे ,
धड़कते    उल्फतके   अरमान   जतायें  जाते   है .


कभी   हमने   मुश्किलसे  संभलके  पाँव  रखे  थे ,
कयू    हमें    चलते    चलते     गिराए    जाते   है


लोग   अपने  युही   रहगुजरसे     चलते     चलते ,
क्यू   जलते    चिराग को    हवाँ    दिए   जाते   है


हम   आज  मुसीबतसे  ईस   मोद्पे   आके    रुके ,
रहगुजरसे   गुजरते    रुसवाई    किये   जाते    है


एक  बादल  है हम जिसका कोई साया नहीं होता ,
"चातक" वो बेरुखी से दिलपे दस्तक दिए जाते है .

चातक


7 September 2012

ઉખાડ બેડી ને તોડ સમાજના બંધનને ,ચાતક


બંધન ઉખાડ ને તોડ સમાજને આવ તું વરસાદમાં .
આવી  વરસ ઝળહળ અહી તોડી બેડી  વરસાદમાં .


ભીંજાઈએ  તરસતી  લાગણીએ  ખુલ્લા આકાશમાં  ,
પ્રેમાકાશમાં   ઈંજન    છે   વરસાદનું    વરસાદમાં


ડૂમો વળ્યો  છે  આપણી સહસ્ત્રના  પ્રીતના સુર્યોનો .
ઉઘડી ખુલ્લા અફળાઈએ ધસમસ જળ વરસાદમાં .


આંગણ અગાસી  ભીંત રહે    કોરા ભલે ને  શહેરમાં
ભીંજાય  તારું  હૃદય   જરૂરથી  આજ     વરસાદમાં .


યાદો  ભલે  ઉમટે સદા  ઘૂઘવતાં મારતી  ધારાઓ ,
લોકો ભલે  કરે તર્ક-વિતર્ક  શેરીઓંના   વરસાદમાં .


ભીંજાય  છેડા  સ્નેહના  બે   બાજુ  સળગેલા    ભલે   
પંખી મયૂરની  કળાએ   ખિલી  જઈએ  વરસાદમાં .


કોરા ભલે  રહે અતીત  ને ભવિષ્ય સદા વરસાદમાં    
ભીંજાઈ એ  "આજનો  ચાતક" કોલ  છે  વરસાદમાં .

ચાતક

6 September 2012

ચાહત ને નફરતના જામને ઘુંટી ને પીવાય છે ,ચાતક


ચાહત   ઘુંટીને     નફરતના    જામથી      પીવાય    છે ,
ભીતર તપી  સળગેલ  જ્વાળા    આંખમાં  દેખાય     છે ,


ટકરાવ જામ  થી  જામ,નયનો  થી નયન હોઠ થી  હોઠ,
જે   તરસ   છલકે   છે   યુગોથી    આંખમાં   રેડાય    છે .


ચાહત નફરતના  સાથ   સદાય   દુનિયાનો    શિરસ્તો  
ચાહતના રસ્તા પર સતત  કેટલા પગલાં કચડાય   છે .


ચાહતમાં  શીરીન-ફરહા ને હિટલર યુગો થી થઈ ગયા ,
સદીઓ સદીઓથી સતત ચાહત  નફરત    ટકરાય  છે .


ચાહત   નફરતના   ધૂમાડાના   શ્વાસ   ખૂટી  તો  ગયા ,
"ચાતક"  ખુદાના   પ્યારા   તેના   નામ   કોતરાય   છે .

ચાતક