મયકદામાં અમે છલકાયે મયને જતા હતા ચાતક ,


મયકદામાં    અમે     છલકાયે    મયને    જતા   હતા ,
એ     જામને    ઠસોઠસ   ભરી  પીવદાયે  જતા   હતા


હતી  એક   સરખી  હાલત  ને  તેમાં  નયનો ઉકળાટ ,
પેશકદમી    ના   ઈરાદે  ખુલાશા  કરતા  જતા  હતા


અગમનિગમ    ના    ઘુઢ  ગુફતેગો  જામમાં   ઉતારે,
ધીમો  એમનો  દવ  ને  એ  મયને ઝારતા જતા હતા


અંતે    કથા   કહી    અમે    તેને    મુસાફર   સમજીને       
પડદો ઉઠાવ્યો ખુદ વિલનનું પાત્ર ભજવી જતા હતા


લથડતા     અમે  નાટકના    રંગમંચ   થી     ઉતર્યા ,
"ચાતક" પ્યાસના ઝાંઝવા જામ માં ડૂબી જતા  હતા

ચાતક

Post a comment

0 Comments